India

ફ્રાન્સની દુલ્હન ભારતના વરરાજાએ ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા ! આવી રીતે બંને વચ્ચે થયો હતો પ્રેમ .

હાલ લગ્ન ની સીઝન ચાલી રહી છે, છેલ્લા ૨ વર્ષના સમયગાળા માં કોરોનાની મહામારી ને કારણે લોકો તહેવાર કે લગ્ન નો આનંદ લઇ શક્યા જ નથી, આ વર્ષે લગ્નનું પ્રમાણ ખુબજ વધારે છે તેવામાં એક વિદેશી યુવતી એ આપણા ભારતના યુવક સાથે લગ્ન કર્યા છે તેવી એક ઘટના સામે આવી છે, વાત કરીએ તો..

રામચન્દ્ર સાહે નો પુત્ર નામે રાકેશ કે જે દિલ્લી માં રહીને ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરતો હતો, આ કામ દરમિયાન તેની મિત્રતા આશરે ૬ વર્ષ પહેલા ભારતમાં ફરવા આવેલી એક ફ્રાન્સ ની યુવતી નામે મેરી સાથે થઇ હતી, અને આ મિત્રતા બંને વચ્ચે ભારતમાં તો રહી પરંતુ મેરી ભારત થી પરત પોતાના દેશ માં પરત ફરી ત્યાં સુધી રહી, અને બંને વચ્ચે વાતો પણ શરુ જ હતી. અને બંને વચ્ચે વાટાઘાટો વધી જતા આ મિત્રતા ગાઢ બની ગઈ હતી, અને રાકેશ આ દરમિયાન લગભગ ૩ વર્ષ પહેલા મેરી ને મળવા પેરીસ પણ ગયો હતો.

પેરીસ ગયા બાદ રાકેશ અને મેરી એ બંને સાથે મળીને કાપડનો વ્યવસાય શરુ કરવાનું નક્કી કર્યું. અને આ વ્યવસાય દરમિયાન બનેની આ ગાઢ મિત્રતા પ્રેમ માં બદલાઈ ગઈ હતી, પરંતુ મહત્વની વાત એ હતી કે આ બંને પ્રેમી પંખીડા ની વાત પોતાના પરિવાર ને જાણ થતા આ બંને ને લગ્ન ની મંજુરી પણ મળી ગઈ હતી.

બંનેના લગ્ન  ની વાત કરીએ તો સૌ પ્રથમ તો આ બંનેના લગ્નનું આયોજન પેરીસ માં જ કરવામાં આવ્યું હતું. પણ નવાઈ ની વાત તો એ છે કે મેરી ની ઈચ્છા ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કરવાની હતી, તેથી મેરી પોતે  અને પોતાના  માતા-પિતા , પરિવાર સાથે ભારત આવી હતી, અને હિંદશાસ્ત્રોક્ત મુજબ રાકેશ ના ગામમાં આવી રવિવારે ભારતીય પરંપરા મુજબ વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન કર્યા હતા.

આ લગ્ન ની દુલ્હન ને જોવા માટે ત્યાના ગામ લોકોની ભીડ જમા થઇ હતી, આ કિસ્સો ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કટાહરિયા ગામનો છે. બંને ના લગ્ન રવિવાર થઇ ગયા બાદ આ બંને આવતા સપ્તાહે પેરીસ પરત ફરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!