ભાણીયા ના લગ્ન મા મામા બે ટોપલા ભરી ને મામેરા મા લાખો રુપિયા લાવ્યા! જાણો કયા ની છે ઘટના
હાલમાં લગ્નની સિઝન ચાલુ છે, ત્યારે દરેક લગ્નમાં કંઈક ને ખાસ રીતિ રિવાજો અને ઉજવણીના લીધે ખાસ બનીને જતા હોય છે.હાલમાં જ એક લગ્ન ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,ભાણીયા ના લગ્ન મા મામા બે ટોપલા ભરી ને મામેરા મા લાખો રુપિયા લાવ્યા! આમ પણ કહેવાય છે ને આપણે ત્યાં ગુજરાતી લગ્નમાં મામાનાં મામેરા વિના તો ભાણા અને ભાણીયાનાં લગ્ન અધૂરા જ ગણાય.
આ લગ્ન ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કહેવાય છે ને કે, જ્યારે લગ્ન થાય છે, ત્યારે ભાઈ પોતાની બહેન મામેરામાં અચૂક પણે આવે છે અને ખૂબ જ ધામધૂમથી અને પોતાની યથાશક્તિ પ્રમાણે બહેનોને ભેટ આપે છે. ત્યારે આ લગ્નમાં મામા ટોપલા ભરી ભરીને લઈ આવ્યા. હવે વિચાર કરો કે, આટલા રૂપિયા તો કોઈ લાવ્યું હશે? આવું મોંઘેરા મોલનું મામેરું તો ભાગ્યે જ કોઈ જોયું હશે.
મામાને લીધે ભાણીયાનાં લગ્ન સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા.અમે આપને આ લગ્નની તમામ વિસ્તૃત માહિતી આપીએ. રાજસ્થાન નાગોર જિલ્લામાં દેશવાળા ગામમાં અનોખા પ્રકારનું મામેરું ભરાઇ ગયેલું છે. તમે અત્યાર સુધી જોયું હશે અને જાણ્યું હશે કે, મામા છાબ ભરીને પૈસા લઈ આવતા હોયછે. આ મામા એ બે કોથડા ભરીને પૈસા લઈને આવ્યા. તમને જાણીને નવાઇ લાગશે કે મામાએ બે વર્ષ થી પોતાના ભાણીયાનાં લગન માટે પૈસા ભેગા કરી રહ્યો હતો.
દશ દશ રૂપિયાની નોટોના બે કોથળા ગણવામાં 3 કલાક લાહી અને આ બંને કોથળામાંથી સવા છ લાખ રૂપિયા નીકળ્યા અને આ તમામ પૈસા એક પેટીમાં ભરીને પોતાની વ્હાલસોઇ બહેન ને મામેરામાં આપ્યા. ખરેખર આ લગ્નની ખૂબ જ ચર્ચામાં આવ્યા છે અને આ લગ્નની ચર્ચા આખા રાજસ્થાનમાં થઈ રહ્યા છે.