Gujarat

લો પ્રેશર સિસ્ટમ એ ખેડુતો ની મુશ્કેલીઓ મા વધારો કર્યો ! આ ક્ષેત્ર મા માવઠા ની આગાહી

એક તરફ શિયાળો ચાલુ છે, ત્યારે થોડા દિવસો પહેલા જ માવઠું પડ્યું હતું ત્યારે ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમ એ ખેડુતો ની મુશ્કેલીઓ મા વધારો કર્યો છે, ત્યારે ફરી એક વખત માવઠું થવાની આગાહી થઈ છે, ત્યારે અમે આપને બતાવીશું કે, ક્યાં ક્યાં ક્ષેત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખરેખર આ માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો ત્યારે ફરી વખત આગાહી થતાં.

હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઇ રહી છે. પવનની પેટર્ન દરિયાઇ થઇ જતાં સોમવારે વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી વરસવાની આગાહી કરવામાં આવી છે.બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી અનુભવાશે અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો ઘડાટો નોંધાય શકે છે.અલગ-અલગ તાલુકામાં નામ માત્રનો વરસાદ હતો. સતત બદલાતા હવામાનને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે

સોમનાથ વેરાવળના પ્રભાસપાટણ તથા આજુબાજુના વિસ્તારમાં માવઠું થતા વેરાવળ તાલુકાના કાજલી, સોનારીયા, બાદલપરા, નાવડા, ઈન્દ્રોઈ, પંપડવા, સહિત ગામોમાં કમોસમી ઝાપટાંથી ઘંઉ, ચણા, મરચી, ધાણા સહિત પાકોને નુકસાન થયાનું જણાવાયું છે. તો બીજી તરફ તલાલાના ધાવા ગીર ,આંકોલવાડી, હડમતીયા , મંડોરણા, બામણાસા વગેરે ગીર પંથકમાં અર્ધાથી સવા ઈંચ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!