ડોકટરનુ ભણેલી માત્ર 24 વર્ષિય દિકરીને ગામ લોકો એ સરપંચ બનાવી ! આવી રીતે ચુંટણી…..
આજના સમય મા દિકરો અને દિકરી એક સમાન માનવામાં આવે છે અને મોટા શહેરો થી માંડી ગામડા મા પણ આજે દિકરી ઓ ને શિક્ષણ આપવામા આવે છે ત્યારે આ બાબત નો સમાજ ને અને દેશને ફાયદો થાય છે ત્યારે ઘણા એવા પણ પરીવારો છે જે આજે પણ દિકરી ઓ ને સમાન અધિકાર નથી આપતા ત્યારે ઉદાહરણ રુપી એક કીસ્સો સામે આવ્યો છે.
આપણે જે દિકરી ની વાત કરવા જઈ રહ્યા છીએ એ દિકરીનુ નામ શહેનાઝ ખાન છે. શહેનાઝ ખાન માત્ર 24 વર્ષ ની ઉમરે સરપંચ બની ને રેકોર્ડ બનાવ્યો છે. જે રાજસ્થાન ની સૌથી યુવા સરપંચ બની છે. આ દિકરી એ MMBS નો અભ્યાસ પુરો કર્યો અને બાદ મા સરપંચ બની ને ગામ ની કાયાપલટ કરી નાખી છે.
રાજસ્થાનના ભરતપુર જીલ્લાના નાના એવા ગામડા કામા ની સરપંચ બની છે. આ ગામ મા ગયા માર્ચ મહીના મા સરપંચ ની ચુંટણી યોજાઈ હતી અને તે 195 મત થી તેણે ચુંટણી જીતી હતી. શહેનાઝ નાનપણ થી શહેર મા રહી છે અને અને ભણતર પણ શહેર મા જ થયું હોવાથી તેને ગામ વિશે વધારે ખબર ના પડતી હોવા છતા એક સારા સરપંચ ની ભુમીકા શહેનાઝ નીભાવી રહી છે.
આપણે જે ગામ ની વાત કરી રહ્યા છીએ એ ગામ રાજસ્થાન નુ ખુબ અંતરીયાળ ગામ છે જયા દિકરીઓ ચાર દીવાલ મા રહે છે અને શિક્ષણ ની પણ કમી છે ત્યારે આ ગામ ની સરપંચ એક દિકરી જ બનતા એક ખુબ સારુ ઉદાહરણ પુરુજોશ પાડયું છે.
શહેનાઝનુ માનવુ છે કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ ની મા આર્થિક રીતે ખુબ પાછળ છે ત્યારે વિકારસ કરવા માટે ગામડાઓ નો વિકાસ કરવો ખુબ જરૂરી છે. શહેનાઝ ના રાજકારણ મા આવવાનો નિર્ધાર તેના દાદા પાસે મળ્યો જેવો સરપંચ હતા. હાલ શહેનાઝ એક સારા સંરપંચ ની ભુમિકા નીભાવી રહી છે.