GujaratIndia

એક સમયે ટ્રક ડ્રાઇવર તરીકે ખેડૂતોની જણસી વેચવા આવતો યુવાન બન્યો સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડનો ચેરમેન

દરેક સફળ વ્યક્તિ ની પાછળ એક કહાની હોઈ છે, કે તે સફળ વ્યક્તિ કઈ રીતે પોતાની મહેનત અને પરિશ્રમ થી આગળ વધ્યો છે, તેની માટે તેને કેટલી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો છે, અને ખાસ તો જે વ્યક્તિ સામાન્ય માંથી મહાન વ્યક્તિ બને તેની કહાની કંઇક અલગ જ હોઈ છે. તેવીજ એક વાત કરીએ તો એક સમયે ટ્રક ડ્રાઈવર તરીકે ખેડૂતો ની જણસી વેચવા આવતો યુવાન આજે બન્યો સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડ નો ચેરમેન જાણીએ તેની સફળતા ની સ્ટોરી.

વાત કરીએ તો ગોંડલ તાલુકાના લીલીખા ગામમાં રહેતા અલ્પેશ ઢોલરીયા કે જેમની આર્થિક સ્થતિ ખુબજ નબળી હતી. તેથી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવા માટે તેઓ ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. અને ભાડાના ટ્રક લઈને ગોંડલ તાલુકાના ગામેગામ થી ખેડૂત જણસી લઈને ગોંડલ યાર્ડમાં વેચવા માટે આવતા હતા. અને આ સાથે અલ્પેશભાઈ ભાજપ માં સક્રિય રીતે જોડાયેલા હતા, અને ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના ખુબ વિશ્વાસુ માણસ માનવામાં આવતા હતા. અને ત્યારબાદ તેમણે ધીરે ધીરે ગોંડલ શહેર માં અને રાજકોટ જીલ્લા ભાજપમાં ખુબજ યોગ્ય અને ખંતપૂર્વક કામ કરીને તેઓ ગોંડલ યાર્ડની ચુંટણી માં ભાજપના મેનેડેંટ માં ઉભા રહ્યા હતા, અને તેઓ જીતી ગયા હતા, અને હાલ તેઓ યાર્ડ ના ચેરમેન બન્યા છે.

સૌરાષ્ટ્ર નું ગોંડલ એ સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ તરીકે ઓળખાય છે, અહી મગફળી, કપાસ, તલ,ડુંગળી લસણ જેવી અનેક જણસી વેચવા માટે સૌરાષ્ટ્ર ભર માંથી ખેડૂતો આવે છે. અહીં માર્કેટિંગ યાર્ડ માં ખેડૂત માટે કેન્ટીન અને શેડ ની પણ સુવિધા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર ના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન અને વાઈસ ચેરમેન ની ગત કાલે જ નિમણુક કરવામાં આવી હતી, તેમાં યાર્ડ ના ચેરમેન તરીકે અલ્પેશ ઢોલરીયા અને વાઈસ ચેરમેન તરીકે ધર્મેન્દ્ર જાડેજા ની નિમણુક કરવામાં આવી હતી. અલ્પેશ ભાઈ આ હોદા ના પૂરી લાયકાત ધરવતા હતા, કારણ કે એક સમય માં આજ માર્કેટિંગ યાર્ડ માં તેઓ ટ્રક લઈને આવતા હતા. અને તેમણે આ યાર્ડ માં ખુબજ મહેનત કરેલી છે.

માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે ચુંટાયા બાદ અલ્પેશ ઢોલરીયા એ કહ્યું હતું, કે યાર્ડમાં ભ્રષટાચાર મુક્ત શાશન આપીશું, અને આ કામગીરીમાં હું યોગ્ય રીતે ખરો ઉતરીશ, કારણકે હું પણ એક નાનો જ માણસ છુ એક સમયે મેં પણ મારા પિતાજી નું વર્ષો સુધી મેટાડોર ચલાવ્યું છે, ત્યારે નાના માણસોની મુશ્કેલી થી હું ખુબ વાકેફ છુ, તેથી યાર્ડ ને લગતા તમામ પ્રશ્નો હું હલ કરવાના પુરા પ્રયત્ન કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!