Gujarat

વરસાદ ને લઇને ફરી એકવાર મોટી આગાહી ફરી વખત જામશે વરસાદી માહોલ અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર…..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ શિયાળા ની ઋતુની શરૂઆત થઇ ગઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતે ચોમાસાની ઋતુમાં મેઘરાજા સમગ્ર પ્રદેશ ઉપરાંત આખા દેશ પર પોતાની મેઘ માયા વર્ષાવી હતી. જેના કારણે દેશ ના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. આવા વરસાદ ના કારણે દેશ અને રાજ્ય માંથી જળ સંકટ ઘણું જ હળવું બન્યું હતું. જોકે મુશળ ધાર વરસાદની અસર અમુક વિસ્તારોમાં પૂર સ્વરૂપે પણ જોવા મળી હતી. જો કે હાલ દેશ ના ઘણા એવા રાજ્યો છે કે જ્યાંથી વરસાદે સત્તાવાર રીતે વિદાય લીધી છે.

અને અનેક વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. લોકોમાં માં ઠંડીનો કડાકો બોલી ગયો છે. તેમાં હવે અંબાલાલ પટેલ દ્વારા ઠંડીના આ સમય ગાળા દરમિયાન કમોસમી આગાહી કરવામાં આવી છે. એટલે કે આવનારા સમય ગાળામાં ઠંડી સાથે વરસાદી માહોલ પણ જામશે. આપણે સૌ જાણીએ છિએ કે અંબાલાલ પટેલ હવામાન ને લગતી ઘણી સારી એવી માહિતી રાખે છે અને તેમણે કરેલ મોટા ભાગની આગાહિઓ સાચી થઈ છે.

તેવા મા જણાવી દઈએ કે અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર હાલ બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાશે જોવા મળી રહ્યું છે જેના કારણે આવનારા દિવસો માં એટલે કે 30 નવેમ્બરે ના રોજ ગુજરાત માં અલગ અલગ ભાગો જેવા કે દક્ષિણ ગુજરાત ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે 1લિ ડિસેમ્બર અને 2 ડિસેમ્બરે ના રોજ પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. આવા વિસ્તારો માં પંચમહાલ અને મહેસાણા ઉપરાંત બનાસાકાંઠા નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અન્ય વિસ્તારો જેવા કે સમી અને હારીજ ઉપરાંત કડી અને બેચરાજીમાં વરસાદ પડવાની સંભાવના છે. આ સાથો સાથ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો સાથે સુરેન્દ્રનગરના પણ અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ અંગે સંભાવના છે. કચ્છ માં પણ વરસાદ જોવા મળશે.

ઠંડી અંગે જણાવતા તેમણે કહ્યુ કે ડિસેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં વાવાઝોડું જોવા મળશે. આ ઉપરાંત બીજા અઠવાડીયા માં ઠંડીનો ચમકારો જોવા મળશે. જે બાદ 19 ડિસેમ્બરે હવામાન માં ફેરફાર જોવા મળશે. અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરી ના પર્વતિય પ્રદેશો માં વરસાદ ની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!