વર-વધૂ JCBમાં બેસીને લગ્નના માંડવે પહોંચ્યાં પછી અચાનક ઊંધાં માથે પડ્યા જુવો વિડીઓ
હાલ લગ્નની સીઝન ખુબજ ઝોર શોર માં ચાલી રહી છે, અને દરેક વર વધુ પોતાની સ્ટાઇલ અને પોતાની ઈચ્છા શોખ મુજબ લગ્ન ની તૈયારી અને તામ-જામ કરતા હોઈ છે, લગ્ન ની કંકોત્રી થી લઈને પોતાની લગ્ન ની એન્ટ્રી સુધી અને ફેરા સુધીની તમામ તૈયારી વર- વધુ પોતાની ઈચ્છા મુજબ કરવા માંગતા હોઈ છે, કારણ કે આ સમય અને આ ખૂબસુરત પળ બીજી વાર જીવનમાં આવવા નો નથી, તેથી તેને યાદગાર બનાવવા માટે તે ખુબજ તામ-જામ કરતા હોઈ છે, અને તેમાં પણ હાલ વર-વધુ પોતાના લગ્નમાં એન્ટ્રી ખુબજ અલગ અલગ રીતે કરવા માંગતા હોઈ છે, તેવો ટ્રેન્ડ શરુ થયો છે.
તેવામાં જ એક નવ વર-વધુ ના લગ્ન ની એન્ટ્રી નો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પરંતુ આ એન્ટ્રી માં એવી ઘટના બની કે જે કોઈએ વિચાર્યું પણ નહિ હોઈ, વર-વધુ એ પોતાની એન્ટ્રી JCB દ્વારા કરી હતી, અને તે લગ્નના માંડવે પહોંચ્યા અને અચાનક તે JCB માંથી ઉંધે માથે પડ્યા હતા, તેવો વિડીઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જુવો વિડીઓ.
આ ઘટના જોઇને ઘણા ને હસી આવી છે, તો ઘણા લોકોએ JCB ચાલક ની બેદરકારી ની વાત કરી છે. ઘટનાની વાત કરીએ તો લગ્નના પ્રસંગ માં વરવધુ ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક JCB પર બેસીને યુનિક સ્ટાઇલ માં બંને એ એન્ટ્રી કરી હતી. વરરાજા એ બ્લેક કોટ-પેન્ટ પહેર્યું હતું, અને દુલ્હન એ વ્હાઈટ ડ્રેસ પહેરેલો હતો. જોકે લગ્નના મંડપમાં આ બંને ની એન્ટ્રી થતા ની સાથે જ થોડા જ સમયમાં JCB નો આગળનો ભાગ ખુલી જાય છે. અને આ વરવધુ ઉંચાઈ થી નીચે જમીન પર રાખવામાં આવેલ ટેબલ પર પડી જાય છે. આ ઘટના જોઇને ત્યાં હાજર તમામ મહેમાનો ચોંકી જાય છે.
JCB wala bhul gaya Shaadi ka order hai 🤦♂️😝🤣🤣🤣 pic.twitter.com/wXJMDdjPb0
— Kungfu Pande 🇮🇳2.0 (@pb3060) November 28, 2021
આ ઘટના નો વિડીઓ સોશ્યલ મીડિયા પર ખુબજ ઝડપથી વાયરલ થયો હતો, અને લોકોએ ખુબજ અલગ અલગ કમેન્ટ્સ લખી હતી, ઘણા લોકો ને આ દ્રશ્ય ખુબજ ફન્ની લાગ્યું હતું, ઘણા લોકોએ કપલના આ અલગ આઈડિયા જ અફવા ઉડાડી હતી, અને એમ પણ કીધું હતું, પોતાના લગ્નમાં આવા પ્રકારની એન્ટ્રી ખુબજ ખતરનાક સાબિત થાય છે. અને આ ઘટના કઈ જગ્યાની છે, તે હજુ સુધી જાણવા મળ્યું નથી.