Gujarat

5 વર્ષ ની ઉમરે જ પિતાની છત્રછાયા ગુમાવનાર દિકરી પરીવાર ના સહકારથી પોલીસ ઈન્સ્પેક્ટર બની

હાલના નવયુવાનઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા એટલે ગવર્મેન્ટ જોબ માટે ખુબજ હરીફાઈઓ ચાલી રહી છે, અને હાલના નવયુવાન યુવતી આ પાછળ ખુબજ અથાગ મહેનત અને પરિશ્રમ કરતા હોઈ છે, અને તેનું અને પોતાના માતા-પિતા નું સપનું પૂરું કરવા રાત-દિવસ એક કરી દેતા હોઈ છે, તેવીજ એક દીકરી ની વાત કરીએ તો ગુજરાત ના રાજકોટ ની વતની નામે શ્રી મિરલબેન લાભુભાઈ બોરીચા એ તાજેતરમાં આપેલી પોલીસ ઇન્સ્પેકટર ની મૌખિક પરીક્ષામાં એટલે કે  ઈન્ટરવ્યુંમાં  ૨૮ માં રેનકે સેકેંડ હાયેસ્ટ માર્ક્સ સાથે સિલેક્ટ થઇ હતી, અને પોતાના માં-બાપ અને તેના આહીર સમાજ નું ગૌરવ વધાર્યું હતું.

મિરલબેન ગર્વમેન્ટ જોબ મેળવવા ખુબજ મહેનત કરી હતી, અને તે મહેનત માં તેને ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો, તેઓ પ્રથમ વાર વર્ષ-૨૦૧૮ માં પંચાયત વિભાગ દ્વારા મુખ્ય સેવિકા ની પરીક્ષામાં તેઓ પાસ થયા હતા, પરંતુ પોતાનો અભ્યાસ શરુ હોવાના કારણે તેઓ તેમાં જઈ શક્યા ન હતા, ત્યારબાદ વર્ષ-૨૦૧૯ માં પી.આઈ ની ભરતીમાં પણ તેઓ ફક્ત ૧.૨૫ માર્ક્સ ઓછા આવવા નાં કારણે તેઓ અસફળ થયા હતા. અનેતેવીજ રીતે તેઓ નાયબ સેક્શન અધિકારી ની પરીક્ષામાં પણ થોડા ગુણો થી અસફળ થયા હતા, આવી રીતે તેમને ઘણીવાર હતાશા નો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેઓ  હર માની ન હતી. અને તેઓ આખરે આ વર્ષે પી.આઈ ની પરીક્ષામાં પાસ થયા હતા.

મિરલબેન ની મહત્વની વાત કરીએ તેમણે ૫ વર્ષની ઉંમરમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી, ત્યારબાદ તેના કાકા તેમને સમ્પૂર્ણ રીતે મદદ કરતા હતા, મિરલબેન ને પોતાના પરિવાર માં પણ એક પછી એક ખુબજ દુખોનો સામનો કર્યો છે, કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન તેમના પરિવાર માં જાણે કાળ કોળીયો બનીને ત્રાટક્યો હોઈ તેવું બન્યું હતું, તેમાં તેમના કાકી, તેમના બ, તેમના મોટાબાપુ એમ ત્રણેય ના અવસાન થયા હતા. અને આવા પોતાના ઘરમાં શોકમય વાતાવરણ થતા પણ તેઓ હતાશ થયા ન હતા સમય ની સાથે રહી તેઓ પોતાના સપના ને સાકાર કરવા આગળ વધ્ય હતા.

મિરલબેન કે જેઓ આ પરીક્ષા ની તૈયારી કરવા માટે કોઈપણ જાતના કોચિંગ ક્લાસ કર્યા ન હતા, જે પણ કર્યું તેમણે પોતે જાતે અને તેના કાકા અને એક ક્રિષ્ના ફાઉન્ડેશન ના સહયોગ થી તેઓ આગળ વધ્યા હતા, હાલ તેઓ યંગેસ્ટ પી.આઈ તરીકે સિલેક્ટ થઇ ગયા છે, પરંતુ હજુ તો ક્લાસ -૧ અધિકારી બનવાનું સપનું સાકાર કરવા સતત મહેનત અને પરિશ્રમ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!