સરપંચ હોય તો આવા ! ગામડા ની કાયા પટલ કરી નાખી એટલી સુવીધા કે શહેરમા પણ નહી હોય
આપણા ગુજરાત ના ઘણા એવા ગામડાઓ છે કે જે પોતાની કંઇક ને કંઇક ગુણવતા અને ખૂબીઓ ને કારણે પ્રખ્યાત હોઈ છે, તેવુજ એક ગામ છે કે તે કોઈ મેટ્રો સીટી થી કમ નથી, કે જે બારડોલી જીલ્લામાં આવેલ ગામ બાબેન આ ગામ હાલ ગામ હાલ આદર્શ ગામ તરીકે પ્રચલિત થયું છે. અને આ ગામનો વિકાસ અને આ ગામને આગળ વધારવા અને આદર્શ ગામ બનાવવા માં સૌથી મોટો ફાળો અહીના પૂર્વ સરપંચ ભાવેશ પટેલ, અને હાલના સરપંચ તેમના જ પત્ની ફાલ્ગુની બેન પટેલ અને તેના ગ્રામપંચાયત ના સભ્યોનો છે.
આ ગામની વાત કરીએ તો આ ગામમાં ફક્ત ૧૫૦૦૦ ની વસ્તી છે, અને બારડોલી થી ફક્ત ૨ કિલોમીટર દુર આવેલું છે.આ ગામની અલગ અલગ વિશેષતા ની વાત કરીએ તો આ ગામના રસ્તા પહોળા અને આરસીસી રસ્તાઓ છે, આ ગામમાં તમામ મકાનો પાકા છે, તદુપરાંત ગટર, પાણી, અને સ્ટ્રીટ લાઈટ જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ પણ અહિયાં ઉપલબ્ધ છે. ત્યારબાદ ગામમાં નવી ટેકનોલોજી આધારિત સીસીટીવી કેમરા અને વાઈ-ફાઈ ની પણ સુવિધા છે, આ સાથે ત્યાના બાળકોને સારા શિક્ષણ માટે પ્રાથમિક શાળા અને હાઇસ્કુલ પણ આધુનિક સુવિધા સાથે બનાવવામાં આવ્યા છે.
આ સિવાય વાત કરીએ તો અહીં ઉંચ્ચ શિક્ષણ માટે ડીગ્રી અને ડીપ્લોમાં કોલેજ ની પણ સારી સુવિધાઓ છે, અને લોકોને જમવા અને રહેવા માટે ની પણ ખુબજ સારી રેસ્ટોરન્ટ પણ સુવિધા છે. અહિયાં આવેલ મુખ્ય છ વિસ્તારમાં છ પાણીની ટાંકીઓ અને ત્રણ આર.ઓ પ્લાન્ટ દ્વારા રોજ મફતમાં પાણી આપવામાં આવે છે, અને આ ગામને સ્વચ્છ રાખવા માટે સવાર-સાંજ પંચાયત દ્વારા કચરો લઇ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, અને સ્વાસ્થ્ય માટે એમ્બ્યુલન્સ અને સ્વસ્થ્ય કેન્દ્ર પણ બનાવામાં આવ્યું છે.
આ ગામ બાબેન કે જે ૧૫-૧૬ વર્ષ પહેલા જંગલ જેવી અવસ્થા માં હતું અને હાલ આ ગામને એટલું શ્રેષ્ઠ અને આદર્શ બનવા માં પૂર્વ સરપંચ ભાવેશ પટેલ અને હાલના સરપંચ ફાલ્ગુનીબેન પટેલ અને તેના ગ્રામપંચાયત ના સભ્યો અને આ ગામના લોકોની જાગૃતિના કારણે આ ગામ ખુબજ આદર્શ સાબિત થયું છે. અને આ શ્રેષ્ટતા નાં કારણે આ ગામને વર્ષ-૨૦૧૧ માં રાજ્યની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, અને આ ગામની મુલાકાતે અન્ય ગામના સરપંચ અને બીજા અધિકારીઓ આવી ચુક્યા છે, અને આ ગામની શ્રેષ્ટતા વિષે વાત કરી રહ્યા છે. અને ઘણીવાર આ ગામને ગામ-તાલુકા અને જીલ્લા સ્તરે ઘણા પુરુસ્કાર મળ્યા છે, હજુ આગળ પણ આ ગામને સૌથી શ્રેષ્ઠ બનાવવા માટે ફાલ્ગુનીબેન ઘણા બધા પ્રયાસો હાથ ધર્યા છે,