પોતાનો જીવ જોખમમાં મૂકી ચાલતી ટ્રેન સામે દોડી બાળકનો જીવ બચાવ્યો.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ભારતના રેલવે મંત્રી પીયૂષ ગોયલ અનેક વખત પોતાના સોશિયલ મીડિયના રેલવે સંબધિત વીડિયો શેર કરતા હોય છે. હાલમાં જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં કર્મચારી પોતાનો જીવ જોખમમાં મૂકીને એક બાળકીનો જીવ બચાવવા માટે જાય છે. આ બાળકીનો જીવ જવાનો જ હતો પરતું કહેવાય છે ને કે, જેને રામ રાખે એને કોણ ચાખે. ખરેખર આ વીડિયો જ્યારે તમે જોશો ત્યારે તમે ગર્વ અનુભવશો અને એ કર્મચારીનાં વખાણ કરતા નહિ થાકો.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર રેલવે પર ઘટના બનતી હોય છે, જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં જ રેલવે પ્લેટફોર્મ એક બાળકી હતી જેની સાથે એક એવી ઘટના બની કે તેનો જીવ જોખમમાં જ હતો પણ એક રેલવે અધિકારીએ તેનો જીવ બચાવી લીધો અને આ તમામ ઘટના સોશિયલ મીડિયામાં શેર થઈ હતી. ખરેખર આ દ્રશ્ય જોઈને તમે ચોકી જશો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, બાળકનું બચવું મુશ્કેલ છે. ત્યારે જ રેલવે કર્મી મયુર પ્લેટફોર્મની બીજી તરફથી આવે છે અને બાળકને ઉઠાવીને રેલવે ટ્રેકથી પ્લેટફોર્મ ઉપર ચઢાવી દે છે. બાળકીને બચાવવા હતા તે રેલવે કર્મીનો જીવ પણ જઈ શકતો હતો પરંતુ તેને પોતાના જીવની ચિંતા કર્યા વગર બાળકીનો જીવ પહેલા બચાવ્યો.રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે મયુર શેલકે મને તમારા ઉપર ગર્વ છે.
મુંબઇના વંગાની રેલવે સ્ટેશન ઉપર રેલવે કર્મીએ બહાદુરી બતાવતા પોતાનો જીવ જોખમમાં નાખીને એક બાળકીનો જીવ બચાવ્યો.સેન્ટ્રલ રેલવે દ્વારા આ વીડિયો શેર કરવામાં આવે છે. જેના બાદ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પિયુસ ગોયલે પણ આ વીડિયો શેર કરી અને રેલવે કર્મીની પ્રસંશા કરી છે.
આ બહાદુરી દ્વારા બાળકીને બચાવનાર રેલવે કર્મચારીનું નામ મયુર શેલકે છે. ગત 17 એપ્રિલના રોજ એક બાળક પ્લેટફોર્મ નંબર 2 ઉપર બેલેન્સ ગુમાવતા રેલવે ટ્રેક ઉપર પડી જાય છે. એજ સમયે ત્યારે એક પૂર ઝડપે ટ્રેન આવી રહી હોય છે. ત્યારે જ કર્મી બાળકનો જીવ બચાવવા દોડે છે અને આખરે એનો જીવ બચાવી લે છે. આ દ્રશ્ય તમે વીડિયોમાં જોઈ શકો છો.
Very proud of Mayur Shelke, Railwayman from the Vangani Railway Station in Mumbai who has done an exceptionally courageous act, risked his own life & saved a child's life. pic.twitter.com/0lsHkt4v7M
— Piyush Goyal (@PiyushGoyal) April 19, 2021