Entertainment

ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ફૅમ ગુજરાતી નીલ ભટ્ટે ઉજ્જૈનમાં ઐશ્વર્યા શર્મા સાથે લગ્ન કર્યા ! જુવો ફોટોસ

હાલમાં જ્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ટેલિવુડના કલાકારો પણ લગ્ન જીવનના બંધનમાં બંધાઈ રહ્યા છે. હાલમાં જ સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલમાં ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ફૅમ નીલ ભટ્ટ તથા ઐશ્વર્યા શર્માએ 30 નવેમ્બરના રોજ ઉજ્જૈનમાં લગ્ન કર્યાં હતાં. હાલમાં આ બંનેનાં લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે. ખરેખર આ તસ્વીરો જોઈને તેમના ચાહક વર્ગમાં ખુશીઓનો માહોલ સર્જાયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આબંનેએ પરિવારની હાજરીમાં હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં.

સૌથી મહત્વની વાત એ છે કે, નીલ ભટ્ટ ગુજરાતી છે અને તેનો જન્મ વડોદરામાં થયો છે. નિલ ભટ્ટના દાદા તથા પિતા વકીલ છે. નીલે મુંબઈની ગર્વમેન્ટ કોલેજમાંથી વકીલનો અભ્યાસ કર્યો હતો. નિલને પહેલે થી જ એક્ટિંગ તથા ડાન્સિંગ પ્રત્યે લગાવ હોવાથી તેને નમીત કપૂરની એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લીધું હતું. નીલે 2008માં ડાન્સ રિયાલિટી શો ‘કાબૂમ’, ‘બૂગી વૂગી’માં ભાગ લીધો હતો. આ બંને શોમાં નીલ વિનર બન્યો હતો.

નિલએ 2017માં ગુ જરાતી ફિલ્મ ‘ભવંર’માં કામ કર્યું હતું. તેને સ્ટાર પ્લસની સીરિયલમાં કામ કરી રહ્યો છે. આ બંને સગાઈ ખૂબ જ સાદગી પૂર્વક કરી હતી અને લગ્ન પણ સાદગી રીતે પૂર્ણ કર્યા છે. નિલની પત્ની ઐશ્વર્યા શર્મા મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈનની છે અને તેથી જ લગ્ન પણ અહીંયા જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. બંનેના પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો હાજર રહ્યાં હતાં. ઐશ્વર્યાએ લાલ રંગની બાંધણી પહેરી હતી અને રજવાડી જ્વેલરી પહેરી હતી.

બંનેને મુલાકાત ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર થઈ હતી અને ઐશ્વર્યાસાથે પ્રેમ થયો હતો. થોડાં મહિનાના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મહત્વની વાત એ છે કે, ઐશ્વર્યાએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જન્મેલી ઐશ્વર્યાને નાનપણથી જ એક્ટિંગ પ્રત્યે લગાવ હતો. તેણે કથ્થકમાં વિશારદ કર્યું છે. જ્યારે બેચલર ઓફ ટેક્નોલોજીની ડિગ્રી લીધી છે. 2015માં ઐશ્વર્યાએ ટીવી શો ‘કોડ રેડ’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત ઐશ્વર્યાએ ‘મેરી દુર્ગા’ તથા વેબ સિરીઝ ‘માધુરી ટોકિઝ’માં કામ કર્યું છે.
હાલમાં તે હવે નિલની પત્નીને બનીને પોતાનું જીવન પસાર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!