૫૦ વર્ષની ઉંમરે બે મહિલા એ એવો બીઝનેસ ચાલુ કર્યો કે હવે દર વર્ષે ૨ કરોડ રૂપિયા કમાઈ છે.
કહેવાય છે ને “આજકી નારી સબ પે ભારી” અને હાલની નારી પુરુષ સમાન છે, હાલની નારી પુરુષ ની સરખામણી કરતા પણ આગળ વધી ગઈ છે, પહેલાના જમાનામાં લોકો સ્ત્રી ને ફક્ત ઘરકામ માં જ વળગાળી રાખતા હતા, તેને પોતાની ઈચ્છા મુજબ કોઈ કાર્ય કરવા દેતા ન હતા, તે સમયમાં વેપાર-ધંધો કે નોકરી ફક્ત પુરુષો જ કરતા હતા, પણ હાલની સ્ત્રી ખુબજ ભણી ગણી પુરુષો કરતા પણ આગળ નીકળી ગઈ છે. અને હાલની સ્ત્રી પોતાની ઉંમર કરતા બમણું કાર્ય કરી શકે છે, તેવીજ એક એક બે મહિલા ઓની વાત કરીએ તો તેમણે પોતાની મોટી ઉંમરમાં બીઝનેસ શરુ કર્યો અને હાલ તે રૂ.૨ કરોડ ની કમાણી કરે છે.
વાત કરીએ તો નિશા ગુપ્તા, અને ગુડ્ડી થપલીયાલ કે જે બંને સ્ત્રીઓ ગૃહિણી છે, અને તે બંને મહિલા વૃદ્ધ હોવા છતાં પોતાની ઉંમર વધારે હોવા છતાં પણ તેમણે લગભગ ફક્ત ૩ વર્ષની અંદર પોતાના ઘરમાંથી એક બીઝનેસ શરુ કરેલો અને તે બંનેની ખુબજ મહેનત થી આ બીઝનેસ ખુબજ આગળ વધ્યો અને તે હાલ બંને રૂ.૨ કરોડ આ બીઝનેસ માંથી કમાય છે.
શરૂઆત ની વાત કરીએ તો સૌપ્રથમ નિશાજી એ પોતના ઘરે જ નાનો બીઝનેસ ની શરૂઆત કરી હતી, સૌ પહેલા તે ઘરેલું ચીજવસ્તુઓ અને ગીફ્ટ વેચતી હતી, નીશાજી પોતે એજ્યુકેટેડ હતા, તેથી તેમને આ બીઝનેસ માં કોઈપણ જાતની તફલીફ પડતી ન હતી, પરંતુ બીજી બાજુ ગુડ્ડી જી કે જે ફક્ત તેમણે ધ-૫ સુધીજ અભ્યાસ કરેલો હતો, તેમની માટે આ બીઝનેસ એક ચેલેન્જ રૂપ હતો. અને તેમને આ બીઝનેસ બાબતે કોઈ જાણકારી હતી નહિ. પરંતુ નિશાજી નો તેના બીઝનેસ પ્રત્યે જુસ્સો જોઈ ગુડ્ડી બેન પણ ઇચ્છતા હતા કે તેઓ પણ તેમની સાથે મળી આ બીઝનેસ કરે, ત્યારબાદ બંને એ ચર્ચા કરી આ બીઝનેસ સાથે કરવાનું નક્કી કર્યું.
આ બંને મહિલા ઓને બીઝનેસ જોતા નીશાજી ના છોકરાઓ કે જે આઈ.ટી ક્ષેત્રમાં કામ કરતા હતા, તેમણે આ બંને ને આ બીઝનેસ આગળ વધારવા સારો એવો ઉપાય આપ્યો, તેને કહ્યું કે આ બીઝનેસ તમે ઓનલાઈન શરુ કરો, ત્યારબાદ આ ઉપાય નો અમલ કરી આ બંને મહિલા એ GEEK MONKEY નામ પરથી ઓનલાઈન ગીફ્ટ વેચવાનું શરુ કર્યું, પરંતુ થયું એવું કે પહેલેથી જ આ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઘણા બધા બીઝનેસ કરતા હતા, તેના કારણે તેમનું ખાસ ચાલતું ન હતું . ત્યારબાદ આ બંને એ ખુબ વિચાર્યું કે આપણે એવું તો શું કરીએ કે ગ્રાહકો આપણી વસ્તુ જોઈ આકર્ષે, ઘણી બધી ચર્ચાઓ કર્યા બાદ તે બંને એ આ બાબતે ખુબજ સારો એવો ઉપાય લાવ્યા.
આ બંને એ પોતાનો બીઝનેસ વધારવા યુનિક વસ્તુ એટલે કે પોતાના હાથો દ્વારા બનવાનું વિચાર્યું, અને તેમણે અલગ અલગ હસ્તશિલ્પ કલાકારો સાથે આ બાબતે વાત કરીએ અને એ તમામ એ તેમનો સાથ આપ્યો અને ધીરે ધીરે આ હસ્તકળા ની વસ્તુઓ બનાવા લાગ્યા, અને જોત જોતાના સમયમાં તેમનો આ બીઝનેસ ખુબજ આગળ વધી ગયો અને, તે આ બીઝનેસ દ્વારા ખુબજ સારી આવક કમાવવા લાગ્યા. અને આ બંને પોતાની સફળતા નો શ્રેય તેમના ગ્રાહકો ને આપે છે, અને હાલ તેમની આ ઓનલાઈન શોપ માં રૂ.૯૯ થી લઈને રૂ.૧૩૦૦૦/- સુધીની તમામ હસ્તકલા ની વસ્તુઓ તે આ પોતાની વેબસાઈટ પર વેચે છે, અને આ બંને સુપર મહિલા એ સાબિત કરી દીધું કે વ્યાપાર કે બીઝનેસ કરવાની કોઈ ઉંમર નથી હોતી, અને સફળતા તમને તમારી મહેનત થી ગમે ત્યારે મળે છે.