Entertainment

મિર્જાપુર વેબસીરીઝ ફેમસ એક્ટર નુ નિધન થતા ફેન્સ ને વાગ્યો મોટો જટકો….

થોડા સમય ની અંદર હાલ ઘણા એવા કલાકારો આપણી વચ્ચે નથી રહ્યા અને એક પછી એક સારા કલાકારો ના મૃત્યુ ની ખબરો સામે આવી રહી છે, તેવામાં જ એક સારા એવા કલાકાર કે જેણે પોતાની કલાકારી થી લોકોને ખુબજ આકર્ષિત કર્યા હતા, આપણા દેશની સૌથી પસંદી મિર્જાપુર વેબસીરીઝ ના કલાકાર બ્રહ્મા મિશ્રા નું અચાનક નિધન થયેલ છે. આ સમાચાર સામે આવતા ની સાથે જ તેમના ફેન્સ માં શોક ની લાગણી ફેલાઈ ગઈ છે.

આ કલાકાર ની વાત કરીએ તો વેબ સીરીઝ મિરઝાપુર માં મુન્નાભાઈ કેરેક્ટર ના પરમ મિત્ર નો લલિત નો રોલ કરનાર બ્રહ્મા મિશ્રા નું અચાનક મૃત્યુ થયું છે, આ ખબર સૌ પ્રથમ તેમના સાથી કલાકાર અને તેમનાં મિત્ર  કલાકાર દીવ્યેંદુ શર્મા એ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર જાહેર કરી હતી, આ ખબર શોશ્યલ મીડિયા પર આવતા ની સાથે તેના ફેન્સ માં શોક ની લહેર ફેલાઈ ગઈ હતી. અને તમામ ફેન્સ કમેન્ટ્સ દ્વારા તેને શ્રધ્ધાન્જ્લી આપતા હતા.

આ કલાકાર બ્રહ્મા મિશ્રા એ મિર્જાપુર સિવાય ઘણી એવી સારી ફિલ્મો માં કામ કર્યું છે, અને પોતાની સારી અદાકારી થી લોકોને પ્રેરિત કર્યા છે, તેમની પ્રખ્યાત ફિલ્મો ની વાત કરીએ તો કેસરી, માંઝી, બદ્રીનાથ કી દુલ્હનિયા, હસીન દુલ્હનિયા, ચોર ચોર સુપર ચોર, જેવી ઘણી સારી ફિલ્મો માં તેમણે સારી એવી કલાકારી દેખાડી લોકો ને આકર્ષિત કર્યા છે.

આવી રીતે અચાનક જ તેમના મૃત્યુ ની ખબર આવતા તેના સાથી મિત્રો અને ફેન્સ ને ખુબજ દુઃખ થયું છે, અને તેઓ સોશ્યલ મીડિયા પર કમેન્ટ્સ દ્વારા તેની દુખની લાગણીઓ વ્યક્ત કરે છે, પરંતુ હજુ સુધી તેમનું મોત નું કારણ બહાર આવ્યું નથી. બ્રહ્મા મિશ્રા ની કલાકારી હમેંશા આપણને યાદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!