Gujarat

મા ફોનમાં વ્યસ્ત હતી અને દીકરી રમતા રમતા ચોથા માળે થી પડી ગઈ અને લાડકી દીકરી જીવ ગયો…

હાલમાં જ એક દુઃખ ઘટના બની જેના લીધે પરિવાર જનોમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે. ખરેખર નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કારણ કે લાપરવાહી ને કારણે ક્યારેક ગંભીર પરિણામ ભોગવું પડે છે. રાજકોટની આ ઘટનાને કારણે સૌ કોઈ માતાપિતા પણ સાવચેત થઈ ગયા છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજકોટમાં એક હોટેલના ચોથા માળેથી બાળકી નીચે પટકાઈ હતી. માહિતી અનુસાર રાજકોટ શહેરના ગોંડલ પર આવેલી એક ખાનગી હોટેલના ચોથા માળે આવેલી રુમમાંથી છોકરી રમતા રમતા રૂમ ની બારીમાંથી નીચે પડી ગઈ હતી.

આ ઘટના કેમેરામાં કેદ થયેલ હતી અને આ ઘટના સી.સી.ટી. વીમા કેદ થઈ છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગોંડલ રોડ પર આવેલી હોટેલ પાઈન વીંટામાં આ ઘટના બની હતી. અહીં ચોથા માળેથી અચાનક બાળકી નીચે પટકાઈ હતી.બાળકી ચોથા માળના રુમમાં રમી રહી હતી અને ત્યાંથી રમતા રમતા તે નીચે પટકાઈ ગઈ હતી.બાળકીને તુરંત રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન ગંભીર ઈજાઓના કારણે તેનું મોત થયું હતું.

હાલમાં જ આવી એક ઘટના બની હતી જેમાં એક 3 વર્ષની દીકરી રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગઈ અને લોકોને ખબર ન પડી. આ ઘટના બની ત્યારે બાળકીની માતાને ખબર ન પડી કે તે ક્યારે બાલ્કનીમાં ગઈ હશે.માતા અને બાળકી ઉનાના રહેવાસી છે. મૃત્યુ પામનાર નિત્યા અને તેની માતા માનસી આજે સવારે જ હોટેલમાં આવ્યા હતા. પુત્રીનાં મોતની જાણ થતાં માતા પણ આઘાતને કારણે બેહોશ થઈ જતા તેને પણ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

પોતાની લાડકવાયી દીકરીની વિદાઈ નાં લીધે પરિવારજનોમાં ખૂબ જ શોકની લાગણી છવાઈ ગઈ છે.આ ઘટના દરેક માતા-પિતાઓ માટે ચેતવણીરૂપ સમાન છે, ખાસ કરીને નાના બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.આવી ઘટના દરેક વખત બનતી હોય છે પણ આપણે તેને આવતા હોય છે.એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે, કે ક્યારેય બાળકને આવી જગ્યાએ એકલા ન મુકવા જોઈએ. આ બાળકી સાથે જેવી ઘટના બની એવી કોઈ સાથે ન બને.આપણે આ બાળકીની આત્માને શાંતિ મળે તે માટે ઇશ્વરને પ્રાર્થના કરીએ તેમ જ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના
પોતાની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!