હવે ગાયનું ગોબર થાશે વીજળી ઉત્પાદન કરવામાં ઉપયોગી ! આવી રીતે ઉપયોગથી ….
આપણા દેશમાં ગાય નું ખુબજ મહત્વ છે જે આપણે જાણીએ છીએ, આપણા દેશમાં ગાયને માતા તરીકે ગણવામાં આવે છે, અને તેને પૂજવામાં પણ આવે છે, કારણકે ગાય આપણને ખુબજ ઉપયોગી બને છે, ગાયના ઘણા બધા ફાયદાઓ છે, ગાય શુદ્ધ પૌષ્ટિક દૂધ આપે છે, તેનાથી આપણને ખુબજ પૌષ્ટિક દહીં, છાસ, માખણ, ઘી વગેરે મળે છે, અને ખાસ તો ગાય નું છાણ તે આપણને ખુબજ ઉપયોગી નીવડે છે, ગાયનું છાણ ઘણી બધી રીતે આપણને ઉપયોગી બને છે, ગાયના છાણ ને ખેતરમાં છાણીયું ખાતર તરીકે ઉપયોગ કરી પાક સારો મળે છે, ગાયના છાણ ને સુકવી લોકો પોતાના ચૂલામાં સળગાવી સારી રસોઈ પણ બનાવે છે, અને ગાયના છાણ થી ગોબરગેસ અને ઘણી બધી વસ્તુઓ બને છે.
પરંતુ કોઈએ એ વિચાર્યું હશે કે ગાયના છાણ માંથી વીજળી પણ ઉત્પન્ન કરી શકાય છે. પરંતુ તે પણ હાલ શક્ય છે, ગાયના છાણ માંથી વીજળી ઉત્પન્ન કરી આપણા વીજળી ના બીલ માં પણ ફાયદો થાય છે, અને ઘણા ગામ માં અંજવાળું થશે, તો આજે આપણે જાણીએ કે ગાયના છાણ માંથી કઈ રીતે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.
વાત કરીએ તો બ્રિટન ના ખેડૂતો એ ગાયના છાણ માંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રયોગ શરુ કર્યો છે. તેના કારણે વીજળી નું બીલ સાવ શૂન્ય થઇ જશે. આ પ્રક્રિયા ની વાત કરીએ તો બ્રિટન ના ખેડૂતોએ સૌપ્રથમ આ છાણ ને પાઉડર માં રૂપાંતર કર્યું, અને આને લઈને તેમણે ઘણા બધા પ્રયોગો કર્યા હતા. આ પાવડર તૈયાર થયા બાદ એજ પાવડર થી તે ખેડૂતોએ બેટરીઓ બનાવી અને આ પ્રયોગ તૈયાર થયા બાદ આ બેટરીઓ ને બેટરીઓ ની એક્સપર્ટ કંપની GP BATTERIES દ્વારા ચેક કરવામાં આવ્યું, અને આ બેટરી નો ચેક કર્યા બાદ જાણવા મળ્યું કે આં બેટરી એક વર્ષ સુધી ૩ ઘરોમાં વીજળી પૂરી પડી શકે છે.
મહત્વ ની વાત કરીએ તો ગાયના એક કિલો છાણ થી ૩.૭૫ કિલોવોટ વીજળી પેદા કરી શકાય છે, એવી રીતે જો આપણે હિસાબ કરીએ તો ૪,૬૦૦૦૦ ગાયો ના છાણ થી જો આ બેટરી તૈયાર કરવામાં આવે તો, તેની મદદથી ૧૨ લાખ ઘરોમાં વીજળી પહોચાડવામાં આવી શકે છે. અને વાત કરીએ તો આ બ્રિટન ના ખેડૂતો એ સ્વીકારેલ આ વીજળી ની ટેકનીક જો ભારત માં લોન્ચ કરવામાં આવે તો આપણા ભારતમાં તેના મદદથી ઘણા ગરીબ ઘરોને રોશની મળશે. અને તેની સાથે ગાયના છાણ નો ઉપયોગ વધી જશે.
હાલની વાત કરીએ તો આ છાણ માંથી બનાવેલ બેટરી ફક્ત બ્રિટન ના આર્લા ડેરી માં વાપરવામાં આવે છે, અને ત્યાના ખેડૂતો ને વિશ્વાસ છે કે, જલ્દી આ ટેકનીક બીજા અન્ય ગામોમાં પણ ઉપયોગ માં આવશે,આ બેટરી ના નામ ની વાત કરીએ તો આ બેટરી નું નામ “કાઉ બેટરી” તરીકે ઓળખાય છે.