Viral video

બપોરે સુતેલા પરિવાર પાસે અચાનક ઘો આવી ચડી ! જોવો વિડીઓ પછી શું થયું..

આપણા સૌનું ઘર ગમે તેવું આલીશાન કે પછી ગમે તેટલું શાનદાર હોઈ કે સાવ નાનું હોઈ પરંતુ આપણા ઘરમાં જીવ જંતુઓ કે સાપ કે ઘણા એવા જીવો હોઈ છે તે, આપણા ઘરમાં ક્યાંક ને ક્યાંક થી આવી જાય છે, સામાન્ય રીતે ગરોળી થી લોકોને ખુબજ ડર લાગતો હોઈ છે, અને ગરોળી કે જે જીવ તમામ ના ઘરે દીવાલોમાં જોવા મળે છે. દીવાલ પર હોવા છતાં ઘણા લોકોને ગરોળી થી ડર લાગતો હોઈ છે, પરંતુ ગરોળી જેવું જ એક પ્રાણી કે જે જમીન પર ચાલતું ચાલતું આપણી નજીક આવે તો ગમે તેવા બહાદુર વ્યક્તિ ગભરાઈ જાય છે.

તેવીજ એક ઘટના ની વાત કરીએ તો એક મોટી વિશાળ કાય ગરોળી એટલે તેને સરળ ભાષામાં કહીએ તો “ઘો” એક ઘરમાં અચાનક આવી ગઈ હતી, અને તે ઘરમાં રહેતો પરિવાર તેના ઘરના હોલમાં સામાન્ય રીતે આરામ કરતો હતા, ત્યાં અચનાક આ વિશાળ ઘો આવી જતા આ પરિવાર ની એક નાની બાળકી જોઈ બુમાબુમ પાડવા લાગી હતી. આ ઘો ખુબજ ગતિ માં ઘરમાં આવી અને તે નાની બાળકી પાસે ગઈ તેથી તે બાળકી ડરી અને તેની પાસે સુતેલા એક વૃદ્ધ મહિલા આ જોઈ ઉભા થઇ ગઈ અને થોડીવારમાં ઘરમાં બુમાબુમ થવા લાગી. આ ઘટનાનો વિડીઓ સોશ્યલ મીડિયા પર હાલ ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

આ વિશાળ ઘો ને જોતા ઘરમાં રહેલ એક પુરુષ તરતજ બહાર આવે છે, અને આ વિશાળ ઘો ને એક મોટી લાકડી વડે મારતા તેને ધીરે ધીરે ઘરની બહાર કાઢી નાખે છે, અને મહત્વની વાત એ છે કે આ ઘટના દરમિયાન પરિવાર ના કોઈપણ સદસ્ય ને કોઇપણ જાતનું નુકશાન થયું નથી. આ વિડીઓ CGTN અમેરિકા નામના એક ટવીટર એકાઉન્ટ દ્વારા વાયરલ થયો હતો. અને આ વિડીઓ બેન્કોક નો હોવાનું જાણવા મળેલ છે, આ વિશાળ ગરોળી એટલે કે ઘો ની મળતી માહિતી અનુસાર આ ઘો નું નામ મોનીટર લિઝાર્ડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!