“તારક મહેતા કા ઉલટા ચશ્માં” નો બાઘો કે જે પહેલા કમાતો માત્ર ૪ હજાર અને હાલ તેની પર એપિસોડ ની ફી….
ટેલીવીઝન ની પ્રખ્યાત સીરીયલ “તારક મહેતા કા ઉલટા ચશ્માં” કે જે સીરીયલ નું નામ પડતા લોકો ખુશ થઇ જાય છે, આ સીરીયલ આખા દેશમાં ખુબજ પ્રચલિત થઇ ગઈ છે, અને લોકો આ સીરીયલ ના તમામ પાત્રો ને ખુબજ પસંદ કરે છે, અને આ તમામ પાત્રો ખુબજ લોકપ્રિય થઇ ગયા છે, તેવાજ તારક મહેતા કા ઉલટા ચશ્માં ના એક પાત્ર બાઘા વિષે આજે વાત કરવાની છે.
આ પાત્ર બાઘાની કલાકારી તેના ચાલવાનો અંદાજ અને તેની કોમેડી લોકોને ખુબજ પસંદ આવે છે. આ સીરીયલ ની અંદર બાઘો જેઠાલાલ ની દુકાનમાં એક કર્મચારી તરીકે કામ કરતો બતાવે છે, પરંતુ રીયલ લાઇફ બાઘાની પહેલાની પોતાના જીવન ની વાત સાવ અલગ જ છે. બાઘો નું પાત્ર ભજવતા અભિનેતા નામે તન્મય વેકરીયા કે જે પોતાના પહેલાના સમયમાં એક બેંકમાં માર્કેટિંગ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરતો હતો, અને તેનો પગાર ફક્ત ૪ હજાર રૂપિયા જ હતો. પરંતુ તન્મય ને નાનપણ થી જ અભિનય માં ખુબજ રસ હતો.
તન્મય ના પિતા અરવિંદ વેકરીયા પણ ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા રહી ચુક્યા છે, અને તેના પિતા થી પ્રેરિત થઇ તન્મય ને પણ આ ઇન્ડસ્ટ્રીઝ માં આગળ વધવાનો વિચાર કર્યો હતો. અને તેમની મહેનત અને કલાકરી અને અદાકારી નાં કારણે તેમણે “તારક મહેતા કા ઉલટા ચશ્માં” માં બાઘા ના પાત્રો થી લોકોને ખુબજ હસાવ્યા અને લોકોને તેની કલાકારી થી ખુબજ આકર્ષિત કર્યા છે. અને આજે તન્મય ઉર્ફે બાઘાનો અંદાજ તમે જોઈ શકો છો,
મહત્વની વાત કરીએ તો આ સીરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્માં માં તન્મય સૌપ્રથમ બીજા રોલ માટે તેની પસંદગી થયેલ હતી, પરંતુ શો ના મેકર્સે તેની અલગ કલાકારી જોઈ તેને બાઘા નો રોલ આપ્યો હતો, અને હાલ આ પાત્ર થી તન્મય એ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે, મળતી માહિતી અનુસાર બાઘા ની પર એપિસોડ ની ફી રૂ.૨૨૦૦૦/- રૂપિયા છે. અને તે મહીને લાખો રૂપિયા કમાય છે.