Entertainment

જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની દિકરી ના લગ્ન આ તારીખે યોજાશે ! પણ આ ખાસ વ્યક્તિ હાજરી નહી આપે…

હાલમાં જ્યારે લગ્નનો માહોલ જામ્યો છે, ત્યારે આ લગ્નના રંગે રંગમાં ટેલિવુડના ઇન્ડસ્ટ્રીઝનાં લોકપ્રિય કલાકાર દિલીપ જોશીની દીકરી પણ લગ્ન કરવા જઈ રહી છે.હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, તારક મહેતા ઉલ્ટા ચશ્મા નાં અભિનેતા જેઠાલાલ ની દીકરી આવનાર મહિનામાં લગ્ન કરશે. અમે આપને સંપૂર્ણ વિગત જણાવીશું કે આ લગ્ન ક્યાં મહિનામાં યોજાશે તેમજ મહત્વની વાત એ કે આ લગનમાં દયાભાભી હાજર નહીં રહે.ખરેખર આ ખૂબ જ ચોંકાવી દેનાર વાત છે. હાલમાં આ જ વાતની ચર્ચાઓ થઈ રહી છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ભારતના લોકપ્રિય કલાકાર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને બે બાળકો છે – પુત્ર રીત્વિક જોશી અને પુત્રી નિયતી જોશી. જેઠા લાલ જે સૌ કોઈને હંસાવે છે એ દીકરી ની વિદાય વેળા એમની જે આંસુઓ ની ધાર વહી જશે એ આંસુઓને તો કોઈ રોકી નહિ શકે. જીવનમાં વિદાયની વેળા ખૂબ જ દુઃખ દાયક હોય છે. તેમની પુત્રી નિયતીના લગ્ન આ મહિને યોજવા જઇ રહ્યા છે. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, વરરાજો એનઆરઆઇ છે અને આ લગ્ન સમારોહ 11 ડિસેમ્બર, 2021ના રોજ યોજાવા જઇ રહ્યો છે.

જેઠાલાલ ની દીકરીનાં લગ્ન ખૂબ જ જાજરમાન રીતે યોજાશે, જેમાં અનેક લોકપ્રિય કલાકારો પણ સામેલ હશે.જાણકારી અનુસાર, આ લગ્ન કોઇ ગ્રાન્ડ વેડિંગથી ઓછા નહીં હોય. મુંબઇની તાજ હોટલમાં આ સમારોહ યોજાશે અને દિલીપ જોશી પોતે જ તમામ વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.આ લગ્નમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સંપૂર્ણ ટીમને શુભ પ્રસંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં દયા બહેન  સહિત ઘણા જૂના સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ દયાબેન હાજર નહીં રહે તેવું પણ જાણવા મળે છે.

ખરેખર આ દુઃખની વાત છે. તમામ કલાકરો હાજર હશે અને દયા બહેનની ખામી વર્તાશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે દયા બેને સમારોહમાં સામેલ થવાનો પ્રેમથી ઇન્કાર કર્યો હતો.દિલીપજીની પુત્રીને પ્રેમ અને આશીર્વાદ મોકલ્યા છે. તે કદાચ વ્યક્તિગત રીતે તેમના પરીવારને મળી શકે છે, પરંતુ દયા ભાભીએ જાહે સમારોહમાં આવવાનું પસંદ ન હોવાને લીધે આમંત્રણ સ્વીકાર્યું નહીં. 2017 થી દયા બેન ગુમનામ બની ગયા છે અને સોશિયલ મીડિયાની દુનિયા થી દુર રહીને ખૂબ જ સાદગી અને સામાન્ય સ્ત્રી જેવું જીવન વિતાવી રહ્યા છે. દયા બહેન લગનમાં આવે કે ન આવે પણ દર્શકો જેઠાલાલ ની દીકરીના લગ્ન ની રાહ જોઈ રહ્યા છે આતુરતા થી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!