જો તમે પણ રસ્તા પરથી પસાર થઈ રહ્યો છો તો સાવધાન ! ભાવનગર માં રસ્તે જઈ રહેલ એક વ્યક્તિને રખડતા ઢોરે…..
મિત્રો આપણે સૌ જોઈએ છિએ કે આપણી આસ પાસ અનેક પ્રકાર ના જીવો જોવા મળે છે. જેવા કે કૂતરા, ધેટા, ગાય ભેંસ વગેરે જોવા મળે છે. આપણે સૌ જાણીએ છિએ કે આ ધરતી ફક્ત માણસની જ નથી પરંતુ તમામ જીવો ની છે કેજે તેના પર વસવાટ કરતા હોઈ છે.જો કે આ દરેક જીવ અમુક પ્રકાર ના ચોક્ક્સ વિસ્તારમાં રહે તે અન્ય લોકો માટે જરૂરી ગણાય છે. મિત્રો આપણે આપણી આસ પાસ અનેક રખડતા ઢોર જોતાં હોઈએ છિએ આમતો આવા ઢોર કોઈને ઈજા પહોચાડતા નથી. પરંતુ જ્યારે તેઓ કોઈ વ્યક્તિને પકડી લે પછી તેને આસાનીથી છોડતા નથી. આવા રખડતા જીવોને યોગ્ય સ્થાન પર અને શહેરી વિસ્તાર ઉપરાંત ભીડ ભાડ વાળા વિસ્તારો અને રસ્તો ઉપરથી દૂર કરવાની જવાબદારી તંત્રની છે.
પરંતુ ઘણી વખત તંત્ર પોતાની આ જવાબદારી નિભાવવામા નિષ્ફળ નીવડે છે. જેના કારણે આપણે આપણી આસ પાસ અનેક રખડતા ઢોરને જોઇએ છિએ. આવા ઢોર ઘણી વખત રાહદારિઓ માટે ઘણી જ મુશ્કેલી ઉત્પન્ન કરતા હોઈ છે. અને ઘણી વખત તેમના કારણે અનેક અક્સ્માતો પણ સર્જાતા હોઈ છે. જેમાં ઘણી વખત વ્યક્તિ ગંભીરરુપથી ઘાયલ થતો હોઈ છે અથવા તો તેને પોતાનો જીવ પણ ગુમાવ્વો પડતો હોઈ છે.
હાલ આવો જ એક બનાવ ભાવનગર શહેર માંથી સામે આવ્યો છે કે જ્યાં રસ્તામાં રખડતા ઢોર નો આતંક જોવા મળ્યો છે. અને કેવી રીતે એક રખડતા ઢોરે વ્યક્તિને ઈજા પહોચાડી છે તેનો વિડીયો પણ પાસેના સીસીટીવી માં રેકોર્ડ થઈ ગયો છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રાજ્યમાં રખડતા ઢોરને લાગતા અકસ્માત ના અનેક બનાવો સામે આવ્યા છે. છતા પણ આ વિષયમા કોઈ પગલાં ના લેવાતાં આવા બનવોનિ સંખ્યા વધતી જાય છે.
તેવામાં રખડતા ઢોરના આતંકનો એક બનાવ ભાવનગરથી સામે આવ્યો છે. અને આ ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. આ સીસીટીવીમાં જોઇ શકો છો કે કઈ રીતે એક ઢોર વ્યક્તિને પોતાના શિંગડામાં ભરાવીને ઢસડી રહ્યુ છે. જણાવી દઈએ કે આ બનાવ ચોથી ડિસેમ્બરના રોજ સવારના સવા અગિયારની આસપાસ નો છે કે જ્યાં એક રસ્તા પર ઢોર ઉભું છે. પહેલા તો તે શાંત દેખાય છે. અને અવર જવર કરતા લોકોને આ ઢોર કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતું નથી.
ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ
રખડતા ઢોરે એક વ્યક્તિને અડફેટે લીધો, સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ, ઢોરના મારથી ઘાયલ વ્યક્તિ હાલ સારવાર હેઠળ pic.twitter.com/JxPGLNeKWK— News18Gujarati (@News18Guj) December 6, 2021
પરંતુ એકા એકા એવું બને છે કે જ્યારે એક વ્યક્તિ પોતાનું વાહન ઘરની બહાર લાવે છે. ત્યારે જ આ ઢોર તે વ્યક્તિ પર પોતાના શિગડા વડે હુમલો કરી મૂકે છે અને તે વ્યક્તિ ને ઈજા પહોચાડે છે. આ ઘટના જોયા પછી તે વ્યક્તિને બચાવવા માટે આસ પાસ ના લોકો એકઠા થઈ જાય છે પરંતુ ઢોર આ લોકોને પણ અડફેટે લેવાનો પ્રયત્ન કરે છે જેના કારણે લોકો તેના ડરથી ત્યાંથી દૂર જતા રહે છે. જોકે બાદમા બે લોકો લાકડી લઇને ઢોરને મારવા જાય છે તે જોઇને ઢોર ત્યાંથી ભાગી જાય છે.