GujaratIndia

નડિયાદ ની ૨૨ વર્ષીય ભૂમિએ અનોખી સિદ્ધી હાસલ કરી ! ૧૯૩૪૧ ફૂટ ઊંચું “કીલીમાન્જરો” શિખર

હાલની સ્ત્રી પુરુષ સમાન છે, આપણે સૌ જાણીએ છીએ કે હાલની સ્ત્રી પોતાના ઘર સંસાર માં તો ખુબજ નિપુણ છે, પરંતુ અત્યાર ના તમામ ક્ષેત્ર માં આગળ વધી રહી છે, અભ્યાસ થી માંડીને વ્યાપાર ધંધા નોકરી તમામ ક્ષેત્રે સ્ત્રી ખુબજ આગળ વધી રહી છે. તેવીજ એક વાત કરીએ તો ૨૨ વર્ષીય છોકરી નામ ભૂમિ કે જેણે ૧૯,૩૪૧ ફૂટ ઊંચું કીલીમાન્જારો શિખર સર કર્યું છે. અને ભારતનું નામ રોશન કર્યું છે.

નડિયાદ માં  કંસારા બજારમાં રહેતા પ્રવીણભાઈ યાદવ ની ૨૨ વર્ષીય દીકરી ભૂમિ કે જેણે પોતાની નાની ઉંમરમાં ખુબજ મોટું કાર્ય કરી બતાવ્યું છે, ભૂમિ પોતે આઈ.ટી નો અભ્યાસ કરે છે, અને તેને પહેલથી જ પર્વતારોહણ નો ખુબજ શોખ હતો, તેથી તેણે કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો અને  તેણે હૈદરાબાદ સ્થિત ટ્રેનસ એન્ડ એડવેન્ટર માઉન્ટેનીયરીંગ નો કોર્સ કર્યો હતો. તે કોર્સ કર્યા બાદ તેના જીવનમાં ખુબજ બદલાવ આવ્યો હતો.

ત્યારબાદ આ ક્ષેત્ર માં આગળ વધતા હિમાચલની પર્વતા રોહણ અભિયાનમાં તેનું સિલેકશન થયું, જેમાં તેને સારી સફળતા મળતા તેનું આફ્રિકાના ટાન્જીયામાં આવેલ કીલીમાનજરો પર્વત પર ચઢાણ માટે સિલેકશન થયું, અને તેમાં તેની સાથે એક તેનો મિત્ર પણ હતો, અને તેમણે ચઢાણ શરુ કર્યું. સુસવાટા ભર્યા પવન સાથે માઈન્સ ૧૫ ડિગ્રીનું વાતાવરણ વચ્ચે ૫ દિવસમાં તેમની ટીમે ૧૯૩૪૧ ફૂટનું ચઢાણ પૂરું કર્યું હતું, અને સૌથી ઊંચા પર્વત પર પહોચી ત્યાં ભારત દેશનો ઝંડો ફરકાવી વિદેશી પર્વત પર ભારત દેશનું નામ રોશન કર્યું હતું.

ભૂમિ પર્વતારોહ્ક સાથે સાથે એક સ્પોર્ટ્સમેં પણ છે, તેથી વિદ્યાનગર માં સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ યુની તરફથી પોતાની પ્રતિભા સાબિત કરી છે. આ ઉચ્ચ પર્વત સર કર્યા સિવાય ભૂમિ આ અગાઉ અત્યારસુધીમાં હજ્જારો ફૂટ ઊંચા ૬ પર્વત ખુંદી વળી છે.  તેમાં વાત કરીએ તો કેદાર કેઠા ૧૨ હજાર ફૂટ ઉતરાખંડ પીનભાભા પાસ ૧૬૧૦૫ ફૂટ હિમાચલ, દયારા બુગીયાર ૧૨૦૫૭ ફૂટ ઉતરાખંડ, જગત સુખ ૧૬૫૦૦ ફૂટ ઉતરાખંડ બ્રહ્મ તાલ ૧૨૨૫૦ ફૂટ ઉતરાખંડ એમ આ તમામ શિખરો સર કર્યા છે, અને હવે આ ઉચ્ચ પદવી મેળવ્યા બાદ ભૂમિનું સપનું સૌથી ઊંચા એવરેસ્ટ શિખરને સર કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!