“અનુપમા” માં થશે આ બોલ્ડ એક્ટ્રેસની એન્ટ્રી, સીરીયલ મા મચી જશે ખળભળાટ…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ફિલ્મોની જેમ લોકોનું મનોરંજન પૂરું પાડવા માટે ટેલિવુડની દુનિયાનું મહત્વનું યોગદાન રહેલું છે. હિન્દી ધારાવાહિક દ્વારા લોકોનું મનોરંજન પૂરું પાડે છે.જેમાં એકતા કપુર ટીવી જગતમાં અનેક લોકપ્રિય ધારાવાહિકો આપી છે. જેમાં કહાની ઘર ઘર કી, ક્યુકી સાંસ ભી કભી બહુ થી, કસોટી ઝીદગી કી, કુમ કુમ જેવી લોકપ્રિયતા સિરિયલો ભલે આજે પ્રસારીત ન થતી હોય પરંતુ આજે પણ દર્શકોનું દિલ જીતેલુ છે.
આજના સમયમાં ટીવી જગતમાં એક જ સિરિયલની બોલબાલા છે, આ સિરિયલ એટલે અનુપમા! ખરેખર આ સિરિયલ જ્યાર થી ચાલુ થઈ છે, ત્યાર થી જ દર્શકોનું દિલ જીતી લીધું છે. અનુપમાં સિરિયલ એક મહિલા પર આધારિત છે, જેમાં પતિ અને પત્ની વચ્ચેના સંબંધોની પરીભાષા છે, તેમજ પારિવારિક સંબંધોનું મૂલ્ય અને સ્ત્રી સશક્તિકરણની વાત છે. આ સિરિયલમાં અવારનવાર અનેક ટ્વીસ્ટ આવે છે, ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ સીરિયલમાં એક બોલ્ડ અભિનેત્રીની એન્ટ્રી થવાની છે.
મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે,એક એન્ટ્રીથી આખી સ્ટોરીમાં જોરદાર ટ્વિસ્ટ આવી રહ્યું છે. શોમાં હવે ટૂંક સમયમાં એક્ટ્રેસ અનેરી વજાનીની એન્ટ્રી થવા જઈ રહી છે. અનેરીએ હાલમાં જ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં આ વાતની જાણકારી આપી હતી કે, નિર્માતા રાજન શાહીથી મળવા પહોંચી હતી. એક કલાક ઓડિશન અને ચર્ચા બાદ તેને ફાઈનલ કરવામાં આવી છે.
હવે એક નવા પાત્ર પછી અનેક સવાલો ઉભા થયા છે. અનેરીનું પાત્ર શું હશે. તો તેમને જણાવી દઇએ કે અનેરી આ શોમાં અનુજની બહેન અથવા કઝિન બનીને એન્ટ્રી કરી રહી છે. એક તરફ તોષુ અને કિંજલનો સંબંધ તૂટી રહ્યો છે, ત્યારે હવે તોષૂના જીવનમાં અનેરીની એન્ટ્રી થશે. જેથી કિંજલના વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ જશે. હવે સુપરહિટ શોમાં એન્ટ્રીના સમાચાર બાદ તેની આ તસવીરો વાયરલ થઈ રહી છે. અનેરીની વાત કરીએ તો તે ‘બેહદ’ અને ‘પવિત્ર ભાગ્ય’ જેવા અનેક ડેલી સોપમાં જોવા મળી ચુકી છે.

