એવુ તો શુ થયુ કે ભાઈએ પ્રેગ્નન્ટ બહેનનું માથું ધડથી અલગ કરી દીધું ! પછી જાતે જ પહોચ્યો પોલીસ….
હાલ આપણી દુનિયામાં એવા એક પછી એક દર્દનાક કિસ્સાઓ સામે આવે છે, કે જે સાંભળી ને જ આપણા રુવાડા ઉભા થઇ જાય છે, હાલ સમાજમાં સબંધોનું કોઈ મહત્વ જ નથી રહ્યું. પારિવારિક સબંધો માં નાની નાની બાબત નો ઝઘડો એવો મોટું સ્વરૂપ ધારણ કરી લે છે, જે આપણે વિચાર્યું જ નથી હોતું તેવીજ એક આજે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ભાઈએ પોતાની પ્રેગ્નેટ બહેનનું માથું ધડથી અલગ કરી દીધું, અને નવાઈ ની વાત એ છે કે તે ભાઈ હત્યા કર્યા પછી જાતે પોલીસ સ્ટેશન એ પહોંચી ગયો.
ઘટનાની વાત કરીએ તો મહારાષ્ટ્ર ના ઔરંગાબાદ વૈજાપુર જીલ્લામાં રહેતા સંજય મોટે અને શોભા નામની મહિલાએ સાથે મળીને ૧૯ વર્ષની કીર્તિ અવિનાશ થોરેની થી પોતાના બહેનથી ખુબજ નારાજ હોવાના કારણે ધારદાર હથિયાર થી તેનું માથું ધડ થી અલગ કરી નાખ્યું હતું. આ ઘટના ગત રવિવાર સાંજની લાડગાંવના શીવારમાં બની હતી. ઘટના અગાઉ ની મહત્વની વાત કરીએ તો લાડગાંવ શીવારમાં રહેતા અવિનાશે કીર્તિ સાથે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. અને બંને એ કોર્ટ મેરેજ કરી લીધા હતા.
બંને લગ્નબાદ ગોયગાંવમાં રહેવા લાગ્યા હતા, પરંતુ આ લગ્નથી કીર્તિના પરિવારજનો લગ્નથી ખુશ નહોતા, તેમ છતાં પણ કીર્તિ નો ભાઈ અને તેની માતા તેના ઘરે આવવા જવા લાગ્યા હતા, અને બોલવા લાગ્યા હતા. આવી સ્થતિ ઉભી થતા કીર્તિ ને અને તેના વર ને એવું લાગતું હતું, કે તેના પરિવારજનો એ લગ્નની મંજુરી આપી દીધી છે. પરંતુ કોઈને ક્યાં એવી કઈ ખબર જ હતી, કે કીર્તિ ના પરિવારજનોના મગજમાં કંઇક અલગ જ વિચારો ચાલતા હતા, અને એવા વિચારો કે જે ખુબજ જીવલેણ સાબિત થયા છે.
આ ઘટના રવિવાર સાંજની વાત છે રવિવારે કીર્તિ નો ભાઈ અને તેની માતા તેના ઘરે મળવા ગયા હતા. તે સમયે તેના ઘર ના બીજા સભ્યો ખેતરમાં કામ કરવા ગયા હતા, અને કીર્તિ નો પતી અવિનાશ ની તબિયત ખરાબ હોવાથી તે તેના રૂમમાં આરામ કરતો હતો, તેના ભાઈ અને માતા આવ્યા તો કીર્તિ તેની માટે રસોડામાં ચા બનાવા ગઈ, અને તેની પાછળ તેનો ભાઈ સંકેત ધારદાર તીક્ષ્ણ હથિયારોથી કીર્તિને ગળા પર ખુબજ ઘા માર્યા હતા, અને ત્યાં સુધી માર્યા કે જ્યાં સુધી કીર્તિ નું માથું ધડથી અલગ ન થયું. આવું રુવાડા ઉભા કરી દેતું ઓનર કિલિંગ થયું હતું.
આ ઘટના થતા અવિનાશ ને રસોડામાં કંઇક અવાજ આવતા તે રસોડામાં ગયો અને ત્યાં જોતા તે જોવે છે તેની પત્ની ના શરીરના બે ટુકડા જમીન પર પડ્યા હતા, અને તે આરોપી ને પકડવા જાઈ તે પહેલા આરોપી પોતે હથ્યાર લઇ સીધો પોલીસ સ્ટેશન એ જઈ સરેન્ડર કરી દે છે, અને સમગ્ર તપાસ પોલીસ આરોપીની માતા ની પણ ધરપકડ કરી લે છે, અને આગળ ની તપાસ હાથ ધરે છે.