Gujarat

50 વર્ષ જૂની પારંપરિક જાજરમાન જાન લઈને આવ્યા, શણગારેલા બળદગાડીમાં પોહચ્યાં વરરાજો અને જાનૈયા…

હાલમાં લગ્નનો માહોલ ચાલુ છે, ત્યારે દરેક લોકો પોતાની રીતે અતિ ભવ્ય લગ્ન યોજી રહ્યા છે. હાલમાં જ ઉકાણી અને ધોળકિયાનાં દીકરાના લગ્ન ખૂબ જ જાજરમાન રીતે યોજાયા હતા.અતિ ભવ્ય અને આધુનિકતા ને અનુરૂપ ડેકોરેશન ધરાવતા લગ્ન તો આપણે જોયા છે, પણ આજે અમે આપને એક એવા લગ્ન વિશે જણાવીશું જે ખૂબ જ અનોખો અને સદાગીરૂપ હતા છતાં પણ સૌ કોઇ માટે આ લગ્ન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અત્યાર સુધી તમે લગ્ન જોયા તેમાં તમે આલીશાન ભવ્ય ગાડીઓ અને રથો જોયા હશે પણ હાલમાં જે ગુજરાતમાં લગ્ન યોજાયા એ ખૂબ જ અનોખા હતા.

હાલમાં જ ગુજરાતનાં સાવરકુંડલાના દિતલા ગામે એક એવા લગ્ય યોજાયા જેણે ફરી એકવાર પરંપરાની ઝાંખી કરાવી છે. કહેવાય છે ને કે પહેલાનાં સમયમાં જે રીતે લગ્ન થતાએ ખૂબ જ અતિ ભવ્ય થતા અને ત્યારે કોઈ વાહનો ન હતા પણ શણગારેલા બળદગાડીઓ હતી. આ જૂની પરંપરાઓને હાલમાં ગુજરાતનાં એક પરિવારે જીવંત કરી છે.આપણી પરંપરા. આપણા જુના રીતિ-રિવાજ. આપણો જુનો પહેરવેશ. આ બધું સમયના બદલાવ સાથે વિસરાઈ ગયું છે.

જે પણ ક્યાંક એક નાનકડા ગામમાં આ પરંપરા વડીલોએ સાચવિને રાખી છે. આજની પેઢી માટે કાંઈક નવું જ હશે.સાવરકુંડલાના દીતલા ગામના છે. ડોબરિયા પરિવારે સતત 3 મહિના સુધી મહેનત કરીને આજની પેઢીને જુની પરંપરાથી અવગત કરાવવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં લલિતભાઈ ડોબરીયાએ પોતાના પુત્રની જાન દીતલા ગામેથી નેસડી ગામ સુધી બળદગાડામાં જ કાઢી.

જરા આ જાનનો ઠાઠ જુઓ. બળદોની સાથે-સાથે ગાડા શણગારાયા છે. વરરાજા પણ ગાડામાં સવાર છે.અને જાનડિયું પણ સુંદર મજાના લગ્નગીત ગાઈ રહી છે.. કદાચ 50 વર્ષ જુની પરંપરા આજે તેમને જોવા મળી.જોકે આ રીતે પોતાની જાન ગાડામાં આવતા દુલ્હનની ખુશીનો પણ કોઈ પાર નહોતો. આજના સમયમાં સૌ કોઈ પોતાના લગ્નને અનોખા બનાવી રહ્યા છે, ત્યારે આ પ્રયાસથી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. આવી જાનનું સાક્ષી બનવું એક લ્હાવો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!