Entertainment

ઇન્ડિયન આઈડલ માં એક સમયે ધૂમ મચાવનાર કલાકાર ની આજે એવી હાલત થઇ ગઈ કે જાણી ને..

ટેલીવીઝન ના ઘણા બધા રીયાલીટી શોઝ છે કે જે ઘણા લોકપ્રિય બન્યા છે, અને લોકોને મનોરંજીત કર્યા છે, તેવા જ એક શો ની વાત કરીએ તો ટીવી ના એક પ્રખ્યાત અને સૌથી જુનો શો “ઇન્ડિયન આઈડલ” આ શો ને ઘણી લોકપ્રિયતા મળી છે, આ શો એક સંગીત શો છે અને આ શો ના અત્યાર સુધીના ૧૨ સીઝન થઇ ચુક્યા છે, અને ૧૨ એ સીઝન લોકોને ખુબજ પસંદ આવ્યા છે, ઇન્ડિયન આઈડલ સીઝન-૧૨ હજી થોડા સમય પહેલા જ પૂર્ણ થયો, અને જાણવા માં આવ્યું છે કે આ સીઝન અત્યાર સુધીનો સૌથી મોટો સીઝન સાબિત થયો છે.

ઇન્ડિયન આઈડલ સીઝન-૧૨ ખુબજ સુપરહિટ સાબિત થયો છે, ભલે એ શો પૂરો થઇ ગયો પણ તેના ૬ ટોપ કન્ટેસ્ટન્ટ ની વાત કરીએ તો પવનદીપ રાજાન, અરુણીતા કાંજીલાલ, સાયલી કાંબલે, દાનીશ મોહ્હ્મદ, નિહાલ તાઉરે અને સન્મુખ પ્રિયા નું નામ યાદ આવે છે, અને તેમનો સુરીલો અવાજ યાદ આવે છે, આ તમામ  કન્ટેસ્ટન્ટ હાલ આ શો બાદ પોતાના તમામ સપનાઓ સાકાર કરી રહ્યા છે, અને દેશ-વિદેશ માં શોઝ કરી રહ્યા છે, અને લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

પરંતુ આં જ શો નો એક કન્ટેસ્ટન્ટ કે જેને આપણે સારી રીતે ઓળખીએ છીએ, જે પરંતુ તેની હાલની પરિસ્થતિ ને આધીન લોકો તેને ભૂલવા લાગ્યા છે. અને તેની કિસ્મત આ ટોપ કન્ટેસ્ટન્ટ જેવી નથી રહી. તેનું નામ છે સવાઈ ભટ્ટ કે જે આં શો માં હતા, તેને તેના અવાજ થી આ શો માં ખુબજ નામ કમાયું છે. પરંતુ શો બાદ તેની હાલત ખુબજ ખરાબ થઇ ગઈ છે. અને તે હાલ ગરીબી માં પોતાનું જીવન ગુજારે છે. સવાઈ ભટ્ટે શો દરમિયાન તો પોતાના અવાજ થી લોકો માં ખુબજ લોકપ્રિયતા મેળવી પરંતુ તેનાથી તેના જીવનમાં કોઈ ફેરફાર આવ્યો નહિ.

સવાઈ ભટ્ટ ના ઇન્ડિયન આયડલ-૧૨ ની વાત કરીએ તો તેને તેના અવાજ થી જજ ના ડીલ પણ ખુશ કરી દીધા હતા, અને તે તમામ જજ ના ખુબ પ્રિય બની ગયા હતા. અને સાથે સાથે પ્રેક્ષકો પણ સવાઈ ને ખુબજ પ્રેમ આપતા હતા. સવાઈ ભટ્ટ ની રાજસ્થાન શૈલી પ્રમાણે સંગીત માં તે ખુબજ પ્રતિભાશાળી હતો. તેના કારણે ઘણા મોટા અભિનેતા એ તેની કદર કરી છે. અને વધુમાં જણાવીએ તો હિમેશ રેશમિયા એ તો સવાઈ ભટ્ટ ની સાથે એક ગીત પણ લોન્ચ કર્યું છે.  આ બધું થઇ ગયા બાદ પણ તેની હાલત હાલ ખુબજ ખરાબ છે.

સવાઈ ભટ્ટ ની ઘર ની હાલત પણ ખુબજ ખરાબ છે, તેમણે એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું હતું, કે ઇન્ડિયન આયડલ માં તે પ્રખ્યાત થયા બાદ તેમના ગામમાં વીજળી આવી હતી, અને હાલના સમયમાં હજુ સુધી તેના ગામમ ટેલીવીઝન નથી. અને તેના અને તેમના ગામની આર્થિક પરિસ્થતિ ખુબજ ખરાબ છે. તેમણે કહ્યું હતું જો સરકાર અમારા ગામ માટે આર્થિક મદદ કરે તો હું આ ગામમાં સંગીત સંસ્થા ખોલી બાળકોને સંગીત શીખવાડીશ તેવું એમણે કહ્યું હતું, અને સવાઈ ભટ્ટે રાજસ્થાન સરકાર પાસે આર્થિક સહાય ની પણ માંગણી કરી છે, પણ હજુ કોઈ જાતનો તેમના તરફથી વળતો જવાબ આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!