કપલે કરાવ્યું અનોખુ પ્રી વેડીંગ ફોટો શુટ ! રાધે ક્રિષ્ના જેમ જ તૈયાર થઈ ને…
લગ્નનો માહોલ પુરજોશમાં ચાલી રહ્યો છે અને લોકડાઉન બાદ વર્ષો પછી હવે લોકો પોતાના લગ્ન ધામધૂમથી કરી રહ્યા છે, ત્યારે ખરેખર આનાથી વિશેષ બીજી કંઈ ખુશીઓ હોઇ શકે છે. હાલમાં સોશિયલ મીડિયામાં પ્રિવેડિંગ નો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમે આપને જણાવીશું એક એવા પ્રિવેડિંગ ફોટો શૂટ વિશે જે તમે ભાગ્યે જ જોયું હશે. કપલો નવા ટ્રેન્ડ પ્રમાણે પોતાના પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવે છે. આ પ્રિવેડિંગ શૂટનો ક્રેઝ હાલમાં ખુબ જ પ્રચલિત છે.
આપણે સોશિયલ મીડિયામાં લગ્નની તસવીરો જોતા હોય છે, જેમાં અનેક યુગલો અવનવી રીતે પોતાના શાનદાર ફોટોઝ ક્લિક કરાવતા હોય છે. આ પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવવાની પાછળ કારણ માત્ર એક જ કે, લગ્ન એ એક નવા જીવનની શરૂઆતનો શુભ અવસર છે. આ યાળીને સંઘરવા માટે યુગલો પોતાનું પ્રિવેડિંગ કરાવતા હોય છે.આ પ્રિવેડિંગ ફોટોશૂટમાં ઘણાય યુગલો વિડીયો પણ શૂટ કરાવતા હોય છે, ત્યારે આજે અમે આપને એક એવા યુગલની વાત કરીશું જેને પોતાનું પ્રિવેડિંગ ફોટો શૂટ ખુબ જ અલગ રીતે કરાવ્યું છે.
આવું પ્રિવેડિંગ ફોટો શૂટ તમે ભાગ્યે જ ક્યારેક જોયું હશે. આપણે જાણીએ છે કે, આજના સમયમાં યુવક અને યુવતી મોર્ડનવિચાર ધરાવે છે, ત્યારે તેમના લગ્નના ફોટોશૂટ મોટેભાગે બોલીવુડની ફિલ્મોને આધારે હોય છે. ખાસ કરીને ફોટોશૂટ કરાવવા માટે દીવ તેમજ ગોવા અને બીજા સુંદર લોકેશન પસંદ કરતા હોય છે. ત્યારે અમે આજે એક એવા યુગલની વાત કરીશું જેને ખુબ જ અનોખી રીતે ફોટો શૂટ કરાવ્યું છે.
આજના સમયમાં લોકો મોર્ડન બનીને વેસ્ટર્ન કપડામાં ફોટોશૂટ કરાવતા હોય છે, ત્યારે હાલમાં જ એક ફોટોશૂટ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે આ કપલે ભગવાન કૃષ્ણ અને રાધા બનીને પોતાનું પ્રીવેડિંગ શૂટ કરાવ્યું છે. ખરેખર દરેક યુગલો પોતાને ગમતું હોય એવી રીતે લગ્ન શૂટ કરાવતા હોય છે.
ત્યારે હાલમાં જ્યાં જુઓ ત્યાં તમને પ્રીવેડિંગ ફોટોશૂટની તસ્વીરો જ જોવા મળશે. આ રાધા કૃષ્ણ નાં અવતારમાં બંને કપલના ચહેરાનું તેજ ખૂબ જ નિખરી આવે છે. આ મનમોહક તસ્વીરો તમે જ્યારે જોશો તો મોહી જશો.
સોશિયલ મીડિયામાં આ ફોટોઝ શેર કરવામાં આવેલા છે. આજના સમયમાં જ્યારે યુવાનો મોર્ડન અને આધુનિકતા તરફ વળ્યા છે, ત્યારે આધ્યાત્મિકતા સાથે જોડીને બંને યુગલએ પ્રિવેડિંગ ફોટોશૂટ દ્વારા લોકોને એક ખાસ સંદેશ આપ્યો છે. આ રાધાકૃષ્ણ નાં અવતારમાં બંને ખુબ જ સુંદર અને મનોહક લાગે છે. આ અવતારમાં આ બંનેનું પ્રિવેડિંગ ખુબ જ ખાસ અને નવીત્તમ વિચાર છે.