સલામ છે રાજકોટની આ મહીલા કર્મચારી ને , 6 માસના દિકરીને સાથે રાખીને ગામે ગામ ફરીને કરે છે આ કામ
આજના સમયમાં અનેક લોકો એવા હોય છે, જે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ સાબિત થતાં હોય છે. ત્યારે આજે આપણે વાત કરીશું એક એવી મહિલા અધિકારી વિશે જે અનેક લોકો માટે એક સંદેશ અને શીખ છે. આજના સમય પુરુષપ્રધાન દેશોમાં સ્ત્રીઓ મોખરે આવી રહી. દરેક ક્ષેત્રમાં પોતાનું મહત્વનું યોગદાન આપે છે, ત્યારે ચાલો આજે અમે આપને એ એવી મહિલા વિશે જણાવીશું જેને સલામ છે! રાજકોટની મહીલા કર્મચારી પોતાની 6 માસની દિકરીને સાથે રાખીને ગામે ગામ ફરીને કરે છે એવું કામ ક્રે સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.
હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે,જિલ્લાના લોધીકા ખાતે એક મહિલા કર્મચારી પોતાના 6 માસના સંતાનને સાથે રાખીને રસીકરણની કામગીરી નિભાવી રહ્યા છે, કોરોનાની ત્રીજી લહેરને ડામવા માટે મહિલા કર્મચારી પોતાની ઉત્તમ ફરજ બજાવી રહ્યા છે. રાજકોટના આરોગ્ય કર્મચારી અસ્મિતાબેન કોલડીયાની ઉત્તમ કામગીરી બદલ સન્માનને પાત્ર છે. આવા ટાઢ તડકામાં પણ પોતાની બાળકીને લઈને લોકોને રસિ વિશે જાગૃત કરી રહ્યા છે, ત્યારે તેમની આ કામગીરી ખૂબ જ વખાણવવા લાયક છે.
રાજકોટના આરોગ્ય કર્મચારી અસ્મિતાબેન કોલડીયાએ ઉત્તમ રીતે સાબિત કરી બતાવ્યું છે. રાજકોટ તાલુકાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધીડા સબસેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડીયા કોરોના વિરોધી રસીકરણની કામગીરી સાથે સંકળાયેલા છે, જેમને 6 માસની દીકરી છે. જેના ઉછેરની જવાબદારી અસ્મિતાબેનના શિરે છે.તેમને કહ્યું કે જે રીતે રાણી લક્ષ્મીબાઈ પોતાના દીકરાને લઈને યુદ્ધમાં ચાલી ગઇ હતી બસ એમ જ હું પણ આ એક યુદ્ધ ખેડવા જઈ રહી છું.
.
પોતાની આ અંગત જવાબદારીની પરવા કર્યા વગર જાહેર જનતાની સુખાકારીને પ્રથમ પ્રાથમિકતા આપતાં અસ્મિતાબેન પોતાના સંતાનને સાથે લઇને ગામે-ગામ કોરોના વિરોધી રસી મુકવા જાય છે. માત્ર છ જ માસના સંતાનની સુરક્ષાની તમામ સંભાળ લઇને અસ્મિતાબેન પોતાની કામગીરી બજાવે છે. અસ્મિતાબેન જેવા આરોગ્ય કર્મચારીઓની કાર્યનિષ્ઠા થકી જ કોરોનાની ત્રીજી લહેરનું આક્રમણ ખાળી શકાયું છે.