Gujarat

મુકેશ અંબાણી જામનગરમાં પૌત્ર પૃથ્વીનો જન્મદિવસ ઉજવશે, ભવ્ય ઉજવણી મા આટલા લોકો ને આમંત્રણ મળ્યુ

ગુજરાતનું ગૌરવ એટલે અંબાણી પરિવાર.ચોરવાડ જેવા નાના એવા ગામના જન્મ લેનાર ધીરુભાઈ અંબાણી અથાગ મહેનત થકી સફળતા મેળવીને ખુબ જ ખ્યાતિ મેળવી અને આજે પણ તેમની હયાતી ન હોવા છતાંય પણ વિશ્વમાં અંબાણી પરિવારની નામના છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અંબાણી પરિવાર કોઈપણ પ્રસંગ હોય તો ખુબ જ શાનદાર અને ધામધૂમ થી ઉજવવામાં આવે છે. ત્યારે ખરેખર આ કાર્યક્રમ વિષે આપણે સૌ કોઈ આતુર હોય છીએ. ત્યારે હાલમાં જ એક શાનદાર ઉત્સવ અંબાણીના ઘરે ઉજવવાનો છે, ત્યારે અમે આપને આ ખાસ પ્રસંગ વિષે જાનવીશું. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મુકેશ અંબાણીના દીકરાના ઘરે દીકરાનો જન્મ થયો હતો અને એ જ દીકરા નો જન્મદિવસ મુકેશ અંબાણી અતિ ભવ્ય રીતે ઉજવશે.

હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, મુકેશ અંબાણી આજે પોતાના પૌત્ર પૃથ્વી અંબાણીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવશે મુંબઈનું એન્ટિલિયા છોડીને આખો પરિવાર જામનગર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જન્મદિવસ મનાવવા માટે આવ્યા છે. આજ સુધીમાં કોઈ જન્મ દિવસ ન ઉજવ્યો હોય એવો જન્મ દિવસ મુકેશ અંબાણી ઉજવશે. ધન્ય છે આ બાળક કે જે ભારતના સૌથી ધનિક વ્યક્તિના પૌત્ર તરીકે જન્મ્યો.ખાસ વાત એ છે કે, પૃથ્વીના જન્મદિવસે આવનારા તમામ મહેમાનો વેક્સીનેટેડ હશે. અંબાણી પરીવાર ગુજરાતી છે અને આજે ભલે તેઓ ધનવાન હોય પરંતુ તેમના સંસ્કારો અને પરંપરાઓને નથી ભૂલ્યા. જન્મદિવસના પહેલા અંબાણી પરિવાર દ્વારા હજારો ગામડાઓમાં ભોજન તથા અનાથાલયમાં ભેટસોગાદો આપ્યા છે.

50 હજાર ગરીબ લોકોને ભોજનતેમજ અનાથાલયમાં બાળકોને ભેટસેગાદો આપવામાં આવી છે. ભારતના લગભગ 150 જેટલા અનાથાલયમાં રહેનારા હજારો બાળકોને પૃથ્વી તરફથી ભેટ આપવામાં આવી છે. બાળકોમાં આપવામાં આવેલા રમકડા નેધરલેન્ડથી મંગાવાયા છે.પૃથ્વીના જન્મદિવસ પર અંબાણી પરિવારે 100 થી વધુ પૂજારીઓને આમંત્રિત કર્યા છે.જામનગર આવીને પૃથ્વી અંબાણીને આર્શીવાદ આપશે. તેઓ પૃથ્વીના લાંબા જીવન અને સ્વાસ્થય માટે પૂજા અર્ચના કરશે. પૂજા સંપન્ન થયા બાદ તેઓ પૃથ્વીને આર્શીવાદ આપશે. જામનગરના રિલાયન્સમાં યોજાનારી પાર્ટીમાં બોલિવુડની અનેક સેલિબ્રિટીઝને આમંત્રિત કરાઈ છે. જામનગરના ફાર્મ હાઉસમાં પૃથ્વીનો જન્મદિવસ ઉજવાશે. જેમાં સચીન તેંડુલકર, દિપીકા, રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત અનેક સેલિબ્રિટી પ્રાઈવેટ જેટ દ્વારા જામનગર રિલાયન્સ આવશે અને માત્ર 120 મહેમાનોને જ આમંત્રણ અપાયુ .

ખરેખર આ જન્મ દિવસ ભારતનો સૌથી શાનદાર અને ભવ્ય હશે. આ જન્મ દિવસમાં ભલે આધુનિકતા હોય પરંતુ અંબાણી પરિવારે ખુલ્લા હાથે પૌત્રના હાથે દાન આપ્યું છે. ખરેખર આનાથી વિશેષ બીજું તો શું હોય શકે? આપણે સૌ કોઈ જાણીએ છે કે, પૃથ્વી એ આકાશ અને શ્લોકાનો દીકરો છે અને આ પૃથ્વી એ અંબાણી પરિવારનો સૌથી નાનો સદ્દસ્ય છે. અંબાણી પેહલા દિવસે તેમના પૌત્રની સાથે તેમની તસ્વીર શેર કરતી હતી, ત્યારે ફરી એક વખત તેમના પૌત્ર પૃથ્વી સાથે તસ્વીર શેર કરી છે અને આકાશના લગ્ન બાદ વર્ષો પછી આ અવસર આંગણે આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!