દીકરાના લગ્નમાં પિતાએ કર્યો દાનનો વરસાદ! પ્રસુતિ મહિલા માટે 51 હજાર અને સૈનિકોનાં પરિવારને 25 હજાર આપશે…
સુરતમાં પિતાએ દીકરાના લગ્નમાં 30 મહિલાની ફ્રીમાં પ્રસૂતિ માટે 51 હજાર તો શહીદોના પરિવાર અને શૈક્ષણિક સેવા માટે 25-25 હજાર દાન કર્યા.સમાજમાં અનેક લગ્ન હવે પ્રેરણાદાયી બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ફરી લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. ખરેખર દરેક વ્યક્તિનાં જીવનમાં લગ્ન એક ખુશીનો અવસર છે, ત્યારે આ અવસરને જીવનનો સૌથી યાદગાર અને સમાજ માટે એક ઉત્તમ સંદેશ બને એવી રીતે ઉજવામાં આવવો જોઈએ.હવે આજના સમયમાં યુવા પેઢીઓ પોતાના લગ્નને આધુનિકતાની સાથો સાથ પ્રેરણાદાયી બનાવી રહ્યા છે.
હાલમાં જ સુરત શહેરમાં એક અનોખા લગ્ન થયા છે. આ લગ્ન સમાજના લોકો માટે સદઉપયોગી સાબિત થયા છે. ખરેખર અનેક લોકો એવા હોય છે, જે પોતાના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચી નાંખે છે. ત્યારે મોટા વરાછા રીવરવ્યુ હાઈટસમાં રહેતા રાબડીયા પરિવારના રમેશભાઈના દિકરા જીલના લગ્નમાં રાષ્ટ્રીય સેવા, શૈક્ષણિક સેવા અને આરોગ્ય સેવા માટે દાન કરી સમાજને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હાલમાં જ્યાં જુઓ ત્યાં આ લગ્નની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. વાત જાણે એમ છે કે,રાબડીયા પરિવારે તામિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનના પરિવારજનો માટે જય જવાન નાગરિક સમિતિને 25 હજાર, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળને શૈક્ષણિક હેતુ માટે 25 હજાર અને ખૂબ જ નજીવા દરે આરોગ્ય સેવા પૂરી પાડતી ડાયમંડ એસોસિએશન સંચાલિત હોસ્પિટલને 30 બહેનોની પ્રસુતિ માટે 51 હજારનું દાન કરી નવો ચીલો ચાતર્યો છે.
સૌથી મહત્વની વાત એ છે કે, નવવધુને પાકતી મુદતે 25 લાખ મળે તેવી એફડી કરી નવી રાહ ચીંધી છે. ખરેખર આ લગ્ન આજના સમયમાં લોકો માટે ઉત્તમ અને શ્રેષ્ઠ બની ગયા છે.
માત્ર લગ્ન તો ધામધૂમ પૂર્વક ઉજવ્યા પરતું સાથો સાથ સમાજમાં એક દાન ની પ્રેરણા પુરી પાડી છે. ત્યારે ખરેખર આમ પણ આજના સમયમાં સુરત દાન માટે ખૂબ જ ઓળખાય છે. દાન કોઈપણ હોય પરંતુ સુરત શહેર મોખરે હોય છે અને આજ તો શહેરની ખાસિયત છે.