જો ડેન્ગ્યું ની જરા પ અસર વર્તાઈ તો આ ચીજવસ્તુ નું સેવન ચાલુ કરી ડો ચોક્કસ રાહત મળશે.
આપણે સૌ જાણીએ છીએ કે હાલ રોગચાળો ખુબજ ફાટી નીકળ્યો છે, ઘરે ઘરે લોકો ખુબજ બીમાર પડી રહ્યા છે, અને એમ પણ છેલ્લા ૨ વર્ષથી તો કોરોના નાં કારણે આપણે ખુબજ હેરાન પરેશાન થઇ ચુક્યા છીએ, એ તો છે જ પણ હવે ડેન્ગ્યું, અને ચિકનગુનિયા ના કેસો પણ દિવસે દિવસે વધી રહ્યા છે, હોસ્પિટલો તેના કારણે ફુલ થઇ રહ્યા છે, પરંતુ હાલના લોકો બીમાર પડે એટલે તરત હોસ્પિટલ જાય છે, તે પોતે ઘરેલું ઇપાય એટલે દેશી ઈલાજ થી સારું થવાનું વિચારતા નથી, હમણાં ડેન્ગ્યું ના કેસ ખુબજ વધી રહ્યા છે, જો તમને ડેન્ગ્યું ના લક્ષણ થોડા પણ દેખાય તો આ ઘરેલું નુસખા થી ડેન્ગ્યું મટી જશે, તેની આજે આપણે વાત કરવાના છીએ.
સૌપ્રથમ વાત કરીએ તો ડેન્ગ્યું ત્યાંથી ફેલાય છે, જ્યાં ખરાબ પાણી એકઠું થતું હોઈ છે, સૌથી પહેલા તો એ ખરાબ પાણી આપણા ઘરની આસપાસ ભેગું થવા દેવું નહિ, અને આપણા ઘરે ગમે તે પાણી હોઈ તેને ઢાંકીને રાખવું રાત્રે સુતા સમયે મચ્છરદાની નો ઉપયોગ કરવો, અને સુતા પહેલા મચ્છર નું ક્રીમ લગાડવુ, અથવા મચ્છરો ને મારવાના મશીન જેમકે ઓલાઆઉટ, ગુડનાઈટ નો ઉપયોગ કરવો.
હવે વાત કરીએ તો ડેન્ગ્યું ના લક્ષણો ની આપણને થોડો પણ તાવ આવે તો કોઈપણ જાતની લાપરવાહી કર્યા વગર નજરઅંદાજ કર્યા વગર તરત જ ડોક્ટર પાસે જવું. ડેન્ગ્યું ના લક્ષણો માં ઉલટી આવવી, માથું ખુબજ દુખવું, ચક્કર આવવા, શરીર ના સ્નાયુઓ દુખવા વગેરે જેવા આવા લક્ષણો દેખાય આવે છે, આ તમામ લક્ષણો ડેન્ગ્યું ના તાવ ના છે. જો આ લક્ષણ બાદ તરત જ સારવાર માટે ડોક્ટર પાસે ન જઈએ તો આ સમસ્યા વધી જાય છે, એટલા માટે આવા થોડા પણ લક્ષણ દેખાય એટલે તરત જ ડોક્ટર પાસે જઈ તપાસ કરાવવી.
હવે વાત કરીએ તો જો ડેન્ગ્યું થાય તો ડોક્ટર પાસે તો સારવાર કરાવવી જ જોઈએ પરંતુ તેની સાથે સાથે ઘરેલું દેશી ઉપાયો પણ કરવા જોઈએ જેથી આપણને ડેન્ગ્યું થી જલ્દી સારું થઇ જાય છે, પણ એ ઘરેલું ઉપાય કર્યા પહેલા ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે. ઘરેલું ઉપાય ની વાત કરીએ તો પોપ્યા ના પાન, નારિયલ પાણી, મેથી ના પાન વગેરે નું સેવન કરવાથી ડેન્ગ્યું ના તાવ માં જલ્દી રીકવરી આવે છે.
સૌપ્રથમ પપૈયા ના પાન નો રસ દિવસ માં બે વખત પીવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે, તેના કારણે આપણા શરીર ના કણો જે ડેન્ગ્યું ના કારણે ઘટી ગયા હોઈ છે, તે પણ વધી જાય છે, ત્યારબાદ ડેન્ગ્યું ના કારણે ઉલટી થતી હોઈ છે, ટી કારણે આપણા શરીર માં પાણી ખુબજ ઘટી ગયું હોઈ છે, તો નારિયલ પાણી પીવાથી શરીર માં પાણી ઘટતું નથી, અને ડેન્ગ્યું ની સામે પણ રક્ષણ મળે છે. ત્યારબાદ મેથીના પાન ને રાત્રે પલાળીને રાખી દઈએ અને ત્યારબાદ સવારે તેનું પાણી પીવાથી ખુબજ શક્તિ મળે છે, અને ડેન્ગ્યું ની સામે તે ખુબજ રક્ષણ પણ મળે છે. અને ત્યારબાદ સંતરા નું જ્યુસ સંતરા નું જ્યુસ પીવાથી આપણને ખુબજ રાહત રહે છે, અને ખુબજ શક્તિ પણ મળે છે.
ડેન્ગ્યું થવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે, તેથી ઉપરોક્ત તમામ ઘરેલું ઉપાય નું નિયમિત સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે, અને આપણને જલ્દી સારું થઇ જાય છે.