છકડો અને કાર ટકરાતા સાસુ વહુનું ઘટનાં સ્થળે મોત! 13 લોકો થયા ઇજાગ્રસ્ત…
ખરેખર હાલમાં રોડ અકસ્તમાતનાં બનાવ બહુ બને છે અને આ સમય દરમિયાન અનેક લોકો પોતાના જીવ પણ ગુમાવે છે. ત્યારે હાલમાં જ એક આવી ઘટના બની જેના પગલે જીવ પણ ગુમાવવા પડ્યા છે. અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહીતી આપીશું. આ ઘટના વિશે જ્યારે તમેં જાણશો ત્યારે તમે પણ ચોંકી જશો.
હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, બનાસકાંઠામાં આજે મોડી સાંજે ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર આવેલ ભીલડી ગામ પાસે અકસ્માત સર્જાયો. આ ઘટનામાં છકડો રીક્ષા અને કાર વચ્ચે ટક્કર થતાં. આ ઘટનામાં સાસુ-વહુનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 13 લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.ખરેખર આ ઘટનાને કારણે અનેક લોકોના જીવ મુશેકેલીઓમાં મુકાઈ ગયા છે.
આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છીએ એ લોકો જલ્દીથી સ્વસ્થ થઈ જાય અને મૃતકોની આત્માને શાંતિ મળે તેમજ તેમના પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે કારણ કે એક જ ઘરના બે સ્ત્રીઓનાં મુત્યુ થવાથી ઘરનો આધાર જ છીનવાઈ ગયો. સાસુ વહુનાં મુત્યુ નાં લીધે ઘરમાં દુઃખદ વાતાવરણ છવાઈ ગયું છે.આ ઘટના વિશે સંપૂર્ણ જાણીએ તો કાંકરેજ તાલુકાના ખારીયા- પાટણ ગામનો ઠાકોર પરિવાર ડીસા.
તાલુકાના વડાવલ ગામે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાંથી છકડો રીક્ષામાં પરત જઈ રહ્યા હતા અકસ્માતમાં છકડા રીક્ષા પલટી ખાતા તેમાં બેઠેલા સાસુ-વહુ કચડાતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય 13 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.ઇજાગ્રસ્તોને સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.