જેઠાલાલ શેર કરી દીકરી અને જમાઈનાં લગ્નની તસ્વીરો! આવા ભવ્ય લગ્ન તમે નહીં જોયા હોય…
હાલમાં જ લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે તારક મહેતાની સિરરિયલના લોકપ્રિય કલાકાર જેઠાલાલની દીકરીના ધામધૂમ થી પૂર્ણ થયા છે, ત્યારે હાલમાં જ જેઠાલાલ પોતાના ઇન્સ્ટાગ્રામ માં લગ્નની તસ્વીરો શેર કરી છે અને આ લગ્નની તસ્વીરો જોઈને લગ્ન એ ખ્યાલ તો આવે છે કે, લગ્ન કેટલા શાનદાર અને ભવ હશે. ખરેખર આ લગ્નની તસ્વીરો જોઈને તમે મોહી જશો. ચાલો અમેં આપને આ લગ્નની માહિતી આપીએ કે આખરે કંઈ રીતે આ લગ્ન યોજવામાં આવ્યા હતા.
તમને જાણીને નવાઈ લાગશે કે, દીકરીના લગ્નની જેઠાલાલને એટલી ખુશી હતી કે સંગીતમાં તેઓ ઢોલ પર મન મૂકીને નાચ્યા છે. સોશ્યલ મીડિયા પર આ ક્લિપ જોરદાર વાયરલ થઇ રહી હતી અને આમ પણ કંઈ દીકરીનો બાપ હોય જે ખુશ ન હોય!હાલમાં જે ફોટો મુક્યા એમા પણ તેમની ખુશી ચહેરા પર દેખાઈ રહી છે. આ તસવીરો શેર કર્યા છે,તેની સાથે લખ્યું છે ,એ જાણીને આંખમાં આંસુઓ આવી જશે
તમે ગીતો અને ફિલ્મોમાંથી લાગણીઓ ઉછીના લઈ શકો છો, પરંતુ જ્યારે તે બધું તમારી સાથે પ્રથમ હાથે થાય છે… તે અનુભવ અપ્રતિમ છે. મારી નાની છોકરી, નિયતિ અને પરિવારમાં કરનાર, મારા પુત્ર, યશોવર્ધનને, આ અદ્ભુત પ્રવાસ પર ખૂબ જ શ્રેષ્ઠ અને ઘણી બધું શુભેચ્છા પાઠવું છું! અમારી સાથે રહીને, અથવા તેમના આશીર્વાદ મોકલીને અને દંપતી માટે શુભેચ્છાઓ મોકલીને અમારી ખુશી વહેંચનાર દરેકનો આભાર. જય સ્વામિનારાયણ.
દિલીપ જોશીની દીકરી નિયતી પોતાના જીવનના નવા પડાવમાં પગલું મૂકવા મુકયા છે ત્યારે તેનું રિસેપ્શન પણ ગ્રાન્ડ યોજાયું હતું અને તેની જાણકારી મળી છે. નિયતિની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એ વાત તો આપણે જાણીએ છે કે, નિયતિ જોષીના લગ્ન યશોવર્ધન મિશ્રા થયા છે. 4 વર્ષથી નિયતિ અને યશોવર્ધન એકબીજાને ડેટ કરી રહ્યાં હતા અને કોલેજમાં પણ સાથે જ ભણી રહ્યાં હતા. તેમના લગ્ન પહેલા જ થવાના હતા પરંતુ લોકડાઉનના કારણે તેમના લગ્ન થઇ શક્યા નહી.