સલમાન ખાને કેટરીના ને આટલી મોંઘી ગીફ્ટ આપી ??? જાણો અન્ય શાહરુખ અને રણબીરે શુ આપ્યુ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ બોલીવુડનાં સુપર સ્ટાર વિકી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ લગ્ન અત્યાર સુધીના સૌથી રહસ્યમય લગ્ન રહ્યા છે. બોલિવુડમાં અત્યાર સુધી આવી રીતે લગ્ન કોઈ કલાકાર નથી કર્યા કારણ કે આ લગ્નમાં ખૂબ જ સિક્રેટ રાખવામાં આવ્યા હતા. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આ લગ્નમાં વિકી અને કેટરીના ને બોલીવુડનાં કલાકારોએ શું ગિફ્ટમાં આપ્યું છે. જેમ આપણે ત્યાં કોઈના લગ્ન પ્રસંગ હોય તેમ ચાંદલાનો વહેવાર હોય એવી જ રીતે સેલિબ્રેટીઓ પણ મોંઘીદાટ ગિફ્ટ આપતાં હોય છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કેટ-વિકીએ ભલે પોતાના લગ્નમાં માત્ર પરિવાર અને નિકટના મિત્રોને બોલાવ્યા હોય, પરંતુ તેમને ઇન્ડસ્ટ્રીના લોકોએ મોંઘી મોંઘી ગિફ્ટ્સ આપી છે. આ તમામ ખબર દ્વારા જાણવા મળી છે. વેબ પોર્ટલ ‘બોલિવૂડ લાઇફ’ના અહેવાલમાં કેટ-વિકીને લગ્નમાં કઈ કઈ મોંઘી ગિફ્ટ મળી તે અંગે વિગતે વાત કરી હતી. સૂત્રો મુજબ ઓફિશિયલી વાત નહિ થઈ પણ કેટરીનાને તેના પૂર્વ પ્રેમી સલમાન-રણબીર સહિત અનુષ્કા, રીતિક રોશન, શાહરુખ ખાને ગિફ્ટ્સ આપી છે.
બે એવા કલાકાર રણબીર અને સલમાન કેટરીના પૂર્વ પ્રેમી છે અને આ બંને લગ્નમાં હાજર ન હતા પણ છતાંય બંને ગિફ્ટ આપી છે, હવે વિચાર કરો કે આપણે હોય તો વ્યવહાર મુજબ હજાર થી લઈને દસ હજાર આપી શકીએ અથવા કોઈ ગિફ્ટ આપીએ પણ કલાકારો એ ગિફ્ટમાં એવી કિંમતી વસ્તુઓ આપશે કે, એટલા પૈસા માંથી અનેક લગ્ન થઈ શકે છે. ત્યારે ચાલો અમે જણાવીએ કે આખરે શું ભેટમાં આપ્યું છે. તમે આ જાણીને આશ્ચય પામશો.
સલમાન ખાને પોતાની પૂર્વ પ્રેમિકા અને હવે ખાસ મિત્ર એવી કેટરીનાને 3 કરોડની રેન્જ રોવર કાર ગિફ્ટમાં આપી છે.રણબીર કપૂરની કરીએ તો તેણે કેટરીનાને ડાયમંડ નેકલેસ ગિફ્ટમાં આપ્યો છે. આ નેકલેસની કિંમત 2.7 કરોડ રૂપિયા હોવાની ચર્ચા છે. આલિયાએ કેટરીના-વિકીને પર્ફ્યૂમનું બાસ્કેટ ગિફ્ટ કર્યું છે. આ બાસ્કેટની કિંમત લાખો રૂપિયાની હોવાની ચર્ચા છે. અનુષ્કા શર્માએ 6.4 લાખ રૂપિયાની ડાયમંડ ઇયરરિંગ્સ આપી છે.શાહરુખ ખાને 1.5 લાખ રૂપિયાનું મોંઘું પેઇન્ટિંગ આપ્યું છે.
રીતિક રોશને વિકીને BMW G310 R સુપરબાઇક ગિફ્ટમાં આપ્યું છે. આ બાઇકની કિંમત 3 લાખ રૂપિયા છે. તાપસીએ વિકીને પ્લેટિનમનું બ્રેસલેટ આપ્યું છે. આની કિંમત 1.4 લાખ હોવાનું માનવામાં આવે છે.વિકી કૌશલે કેટરીનાને 7 લાખ રૂપિયાની ટિફનીની ડાયમંડ રિંગ ગિફ્ટમાં આપી છે, જ્યારે કેટરીનાએ પતિ માટે મુંબઈમાં 15 કરોડનું અપાર્ટમેન્ટ ખરીદ્યું છે.ખરેખર આટલી મોંઘી દાટ ગિફ્ટો ખરીદતા સામાન્ય લોકોનું જીવન વીતી જાય છે, ત્યારે આ કલાકાર માટે આ કિંમત ખૂબ જ સામાન્ય ગણાય છે