Health

શિયાળા મા શક્તિ આપતો દેશી અડદીયો આ રીતે જ ઘરે બનાવો ! અડદીયો ખાવા ના ફાયદા..

શિયાળાની સવારમાં અડદિયા ખૂબ જ લાભદાયક નીવડે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે ગુણકારી અને લાભદાયક અડદિયા કંઈ રીતે બનાવશું. આ ઋતુમાં અડદિયા ખૂબ જ લાભદાયક નિવડે છે અને તમારા શરીરને સ્વસ્થ રાખે છે. ખરેખર આમ પણ તાજા શાકભાજી, ફળો, જ્યુસ, સુપ અને ખાસતો શિયાળુ પાક લોકોએ ખાવાના શરૂ કરી દિધા છે. તો આજે અમે તમને ખુબજ પોષ્ટીક અને એક વખતતો શિયાળામાં ખાવો જ પડે તેવો અડદિયા પાકની રેસિપી તમે આજે જાણી લો.

અડદિયા બનાવવાની સામ્રાગી શું જોઈએ તે નોંધી લો.
ખાસ કરીને 2 કપ અડદની દાળનો ભરેડેલો તાજો લોટ, બે કપ શુદ્ધ દેશી ઘી, 1 કપ દળેલી ખાંડ, સુંઠ કે ગંઠોડાનો પાવડર, ગોળ, કિશમિશ, કાજુ બદામ બારીક સમારેલા, પિસ્તા, એલચી પાવડર, સુકો મેવો તમે તમારી જરૂરિયાત તેમજ તમને ભાવતા સ્વાદ અનુસાર લઈ શકો છો. વધુ પડતો મેવો અને ગુંદ તેંજ સુંઠ પાવડર વધુ લાભદાયક રહે છે.

અડદિયા બનાવવાની રીત : મોટા વાસણમાં લોટને ચાળીલો, તેમાં ગરમ કેરલું ઘી નાખી લોટને મોણ આપો. આ લોટને બનાવતા પહેલા 3 કલાક ઢાંકીને રાખી દો આનાથી તમારા અડદિયા ખુબજ સ્વાદિષ્ટ થશે. ઉપયોગ કરતી વખતે લોટને ફરી એકવાર ચાળીલો એક પેનમાં 1 કપ પાણીને ગરમ કરો તેમાં ખાંડને નાખો એક તારની ચાસણી આવે પછી લોટને તેમાં નાંખો, ધીમી આંચ પર પકાવો અક રસ મિક્સ કરી તેમાં સુકો મેવો, સુંઠ કે ગંઠોડાનો પાવડર નાંખો.

ફરી થોડુ ઘી નાખી ખુશ્બ આવે ત્યાં સુધી શેકો. પેનમાં ઘી છુટુ પડે ત્યાં સુધી શેકો. અડદિયાને શેપ આપી તૈયાર કરો. કેટલાક લોકો તેને છુટ્ટુ ખાવાનું પસંદ કરે છે તમે તેને વધારે ઘી નાખીને તૈયાર કરો. આ છુટા અડદિયા ગરમ ગરમ ખાવાની ખુબજ મજા આવે છે. તો રાહ કોની જૂઓ છો આજે જ બનાવો આ સુંદર પાક અડદિયાડાયટના નામે ઘણો વર્ગ શિયાળામાં શક્તિવર્ધક પાક, લાડુ વગેરે ખાતો નથી. સાકર, ઘી, ગ્લુટનના નામથી આ લોકો એવા ભડકે છે અને આજ કારણે આ અડદિયા પાક વધુ લાભદાયી રહે છે

આપણી પરંપરાગત ભારતીય મીઠાઈઓ સામે જોતા પણ નથી. વેલ, એમાં આ ડાયટ ફ્રીક લોકોનો વાંક પણ નથી, કારણ કે મોટા ભાગે આપણા ઘરે શિયાળામાં બનતી દેશી મીઠાઈ અડદિયા, ગુંદરપાક, સાલમપાક વગેરેમાં દૂધનો માવો, સૂકો મેવો અને ખાંડ એટલા મોટા પ્રમાણમાં હોય છે કે એમાં પડતાં વસાણાં અને અન્ય આયુર્વેદિક હર્બ્સનો ફાયદો સાઇડમાં રહી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!