જર્મનીનો વરરાજો ને રશિયાની નવવધૂ ને રૂડા ગુજરાતીઓ બન્યા જાનૈયા!આ લગ્નનું છે અનોખું જ કારણ…
આપણે ત્યાં હિન્દૂ ધર્મમાં લગ્નનું ખૂબ જ મહત્વ છે. લગ્ન એક સાથે બે પરિવારને બાંધે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયમાં અનેક લગ્ન એવા હોય છે, જે ખૂબ જ ચર્ચાનો વિષય બનતા હોય છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અત્યાર સુધીમાં આપણે પર જ્ઞાતિના લગ્ન જોયા હશે પરન્તુ બે અલગ અલગ દેશના લગ્ન વિશે તમેં ભાગ્યે જ સાંભડયું હશે. આ લગ્ન એટલા અનોખા છે કે, તમેં જાણીને જ ચોંકી જશો.
હાલમાં જ આ લગ્નની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ થઈ રહી છે. ત્યારે તમને જાણીને આશ્ચય લાગશે કે, કારણ કે જમર્ની વરરાજો અને રશિયા ની નવવધૂ અને જાનૈયા બન્યા આપણા ગુજરાતીઓ.ખરેખર આ સાંભલીને તમને આશ્ચય થાય કે, આવું કંઇ રીતે હોય શકે.ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે, ભાગ્યે જ તમે આવું જોયું હશે. સાંભળવા પહેલીવાર મળ્યું હશે. બે અલગ અલગ દેશના લગ્ન જોયા હોય પણ ત્રીજા દેશના લોકો જાનૈયા બને એ પહેલીવાર સાંભળ્યું છે.
ચાલો અમે આપની આતુરતાનો અંત લાવીએ. આખરે આવું શા માટે બન્યું એ આપને જણાવીએ. હાલમાં સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, દાદા ભગવાનના આદર્શો થી આકર્ષિત થયેલા જર્મનીના યુવક અને રશિયાની યુવતીએ હિન્દુ સંસ્કૃતિથી લગ્ન કરવા માટે તેમના ભારતીય મિત્ર અને સાબરકાંઠાના સાકરોડિયાના યુવાનને જણાવતા યુવાન અને યુવાનના પરિવારજનોમાં ખુશી સાથે વિદેશી દંપતીનું ધામધૂમથી લગ્ન કરવાવવાનું નક્કી કરાયું હતું.
. અનોખા લગ્ન જેમાં વર જર્મનીનો અને કન્યા રશિયાની હતી અને લગ્નમાં ગુજરાતી જાનૈયાઓ નાચતા જોવા મળ્યા હતા. વિદેશી દંપતીએ હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન કરી પ્રભુતાના પગલાં પાડી ખુશખુશાલ જોવા મળ્યા હતા. વિદેશી દંપતીના લગ્નમાં સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ પણ સામેલ થઇ શુભેચ્છા પાઠવી હતી.આ આપણી હિન્દૂ પરંપરા છે, જ્યાં અનેક રીતિ રિવાજો તરફ વિદેશના લોકો આકર્ષાય છે.ખરેખર આ ધન્ય ઘડી અને ગૌરવની ક્ષણ કેહવાય આપણા માટે કે,આ રીતે લોકો લગ્ન કરવા ભારત આવે છે.
જાણવા મળ્યું હતું કે,મુળ જર્મનીના ક્રીશ મુલર અને રશિયાની જુલિયા ઉખવાકટીનાને ભારતના આધ્યાત્મ આકર્ષેલા અને આ જ અધ્યાત્મ આજે તેમનાં મંગલ પરિણય હતું.અને તેમની હિંદુ વિધિથી લગ્ન કરવાની ઇચ્છા પણ થઇ ફળીભૂત…અહી એમને પીઠી પણ ચોળાઈ લગ્ન ગીત પણ ગવાયક અને કન્યાદાન પણ દેવાયા હતા. જુલિયા અને ક્રીશ બંને અધ્યાત્મની શોધમાં છે..અને તેઓ દાદા ભગવાનથી આકર્ષાયેલા અને આ આકર્ષણ તેમને સાકરોડીયા ગામમાં ખેંચી લાવેલા અને આખરે સૌ ગુજરાતીઓ પોતાનો હ પ્રસંગ ગણીને ધામધૂમથી લગ્ન સંપૂર્ણ કરાવ્યા આ આપણા ગુજરાતીઓ જે ગમે તેમની સાથે મીઠાશમાં ભળી જાય.