કચ્છના સફેદ રણમાં કિંજલ અને પવન કરાવ્યાં એવા ફોટોશૂટ કે જોઈને વિશ્વાસ નહીં આવે!
ગુજરાતી કલાકારોમાં અનેક એવા કલાકારો છે, જેઓ પોતાના જીવન સાથીઓ શોધી લીધા છે. અવારનવાર આપણે સોશિયલ મીડિયામાં જોતા જ હોય છે. ત્યારે હાલમાં જ ગુજરાતી લોક ગાયિકા ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ જીગરદાન ગજવીએ યતિ સાથે સગાઈ કરી છે, ત્યારે હવે કિંજલ દવે અને પવન જોશી ની ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને સૌ કોઈ તેમના લગ્નની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. હાલમાં આ બંનેની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી આ તસ્વીરોમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આપણે કિંજલ દવેનાં એકાઉન્ટ પર અનેક તસ્વીરો બંનેની જોતા હોય છો પણ હાલમાં જે તસ્વીરો અપલોડ કરવામાં આવી છે, તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. આ ફોટોઝ જોતા જ તમે પણ એકી ટશે જોયા કરશો. પવન જોશી અને કિંજલ ની જોડી ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ લોકપ્રિય છે.જ્યાર થી બંનેએ સગાઈ કરી છે, ત્યાર થી લઈને અવારનવાર બંને દર્શકોનાં હૈયાનાં પોતાનું આગવું સ્થાન બનાવેલું છે.
હાલમાં કિંજલ દવે અને પવન જોશી ગુજરાતનાં કચ્છમાં ચાલી રહેલ રણ ઉત્સવમાં ગયાં છે. દર વર્ષે ગુજરાતનાં સફેદ રણમાં રણ ઉત્સવ ઉજવાય છે અને આ રણ ઉત્સવ ગુજરાતનું આકર્ષણ નું કેન્દ્ર છે. ગુજરાતી હો અને જો રણ ઉત્સવ ને નથી માણ્યું તો તમે કાંઈ પણ નથી જોયું. કિંજલ દવે અને પવન જોશી હાલમાં રણ ઉત્સવ મનાવી રહ્યા છે અને આ જ ઉત્સવના સફેદ રણમાં બંનેની મનમોહક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
કિંજલ અને પવન જોશીનાં આ ફોટોઝ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે, બંને એક બીજામાં મંત્રમુગ્ધ બની ગયાં છે. સફેદ કલરના ડ્રેશમાં કિંજલ દવે અતિ સુંદર છે અને એક તરફ ગુલાબી કડકડતી ઠંડી અને એમાં કચ્છ ના સફેદ રણ ની સુંદરતા એમાં પવન અને કિંજલનો સંગ જાણે કચ્છના રણમાં પ્રેમ રૂપી ગુલાબ ખીલ્યું હોય.ખરેખર આ જોઈને સૌ કોઈ મનમોહિત થઈ ગયા છે. આ ફોટોઝ પર ચાહકો થી લઈને ગુજરાતનાં દરેક કલાકારો એ કૉમેન્ટ્સ કરીને બંનેનાં ખૂબ જ વખાણ કરી રહ્યા છે.