2022 ના વર્ષ માટે બાબા વેંગાની ભયાનક આગાહી! એવી આફતો આવશે કે અનેક લોકો જીવ ગુમાવશે.
આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા બે વર્ષ સમગ્ર જીવ સૃષ્ટી અને પૃથ્વી માટે ખુબ ભયાનક રહ્યા છે કારણ કે કોરોના ચારે કોર ફેલાયો હતો કોઈ એવો દેશ બાકી નહોતો જયાં કોરોના ની અસર નહતી થઈ ત્યારે હવે નવા વર્ષ ના ગણતરી ના દિવસો જ બાકી છે અને 2022 નુ વર્ષ શરુ થશે ત્યારે લોકો એવી અપેક્ષા કરી રહ્યા છે કે આવનારુ વર્ષ સારુ રહે.
નવા વર્ષની શરુવાત અગાવ ઘણી આગાહી ઓ થવા લાગી છે. જેમા નાસ્ત્રેદમસ અને બાબા વેંગા ફકીર ની ભવિષ્યવાણી ને ઘણી મહત્વની માનવા મા આવે છે. જો આ બાબા ની વાત કરવામા આવે તો તેનુ પુરુ નામ વાંગેલિયા પાંડવ ગુશ્તેરોવા ઉર્ફે બાબા વેંગા ફકીર હતા અને તેવો મૂળ બલ્ગેરિયાના હતા અને અંધ હતા . કહેવાય છે આંખો થી તેવો ભલે અંધ હોય પરંતુ તે ભવિષ્ય સારી રીતે જોઈ શકે છે. ત્યારે આ બાબા એ 2022 ને લઈ ને મહત્વ ની આગાહી કરી છે.
બાબા એ 2022 માટે ખુબ મોટી ભયજનક આગાહી કરી છે બાબા એ આગાહી મા જણાવ્યું છે કે 2022 મા જળ ની સમસ્યા ઘણી વિકટ બનશે અને અનેક શહેરો મા જળ ની અછત વર્તાશે અને નદી અને તળાવો સુકાશે. અને નદીઓ મા પ્રદુષણ વધશે જેથી લોકો ને સ્થળાંતર કરવુ પડશે. આ ઉપરાંત બાબા ની ભવિષ્યવાણી અનુસાર લોકો હવે મોબાઈલ અને લેપટોપ ના વ્યસની થશે અને માનસિક રીતે પીડાશે.
આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ થી મોટો ખતરો ઉભો થશે અને રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં બરફ પીગળવા લાગશે, જેના કારણે વૈજ્ઞાનિકોની ટીમ એક જીવલેણ વાયરસની શોધ કરશે. આ વાયરસ ખૂબ જ ચેપી હશે અને ઝડપથી ફેલાશે. આ સંક્રમણનો સામનો કરવામાં દુનિયાની તમામ વ્યવસ્થા નિષ્ફળ જશે. અને તાપમાન 50 ડીગ્રી સુધી પહોચી જશે.
આ ઉપરાંત ઉચા તાપમાન ને લીધે વધારે તીડ આવશે અને ઉભા પાક ને નુકશાન કરશે અને દુકાળ જેવી સ્થિતિ ઉભી થશે. આ ઉપરાંત બાબા ની ભવિષ્યવાણી અનુસાર સુનામી અને ભૂકંપો અનેક દેશો મા આવશે જેમા ખાસ કરી ને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈન્ડોનેશિયા, ભારત સહિતના વિશ્વના દેશોના દરિયાકાંઠાના વિસ્તારોને લપેટમાં લેશે. આ સુનામીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવવો પડશે.
વેંગા બાબાનું નિધન વર્ષ 1996માં થયું હતું. તેની આગાહીઓ ક્યાંય લખેલી નથી. જો કે, તેમણે તેમના અનુયાયીઓને મૌખિક રીતે આ ભવિષ્યવાણીઓ પહોંચાડી હોવાનું કહેવાય છે. તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે અને ઘણી ખોટી સાબિત થઈ છે. હવે વર્ષ 2022 વિશે તેમનું આકલન કેટલું સચોટ છે તે તો સમય જ કહેશે.