Gujarat

દુખદ ઘટના બાદ નીલમબેન પટેલે પરાઠાની લારી ચાલુ કરી અને આજે આખા સુરતમા ફેમસ છે તેમના પરાઠા અને અન્ય લોકો ને રોજગારી…

જીવનમાં આવેલ અનેક વળાંક વ્યક્તિને એવા માર્ગે લઈ જાય છે, જ્યાં થી વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. આજે આપણે એક એવી જ મહિલા વિશે વાત કરવાની છે જેમણે દુ :ખદ ઘટના બાદપટેલ પરાઠાની લારી ચાલુ કરી અને આજે આખા સુરતમા ફેમસ છે ,તેમના પરાઠા અને અન્ય લોકો ને રોજગારી પણ આપી! ચાલો અમે આપને આ મહિલા વિશે વધુ માહિતગાર છે. ખરેખર એક સ્ત્રી ધારે તો કંઈ પણ અશક્ય કાર્યને શક્ય બનાવી શકે છે. આ વાત સત્ય છે કે,જ્યારે ભગવાન દુઃખ આપે છે તો એમાંથી ઉગારવા અનેક રસ્તાઓ આપે છે.

આ વાત છે સુરતના રહેવાસી નીલમ બેનની!ડુમસ રોડ પર નીલમબેનના પરાઠા ફેમસ છે અને અહીં 90 પ્રકારના પ્રરાઠા બનાવે છે, જેમાંનાં ઘણાં નામ તો કદાચ તમે પહેલાં સાંભળ્યાં પણ હોય. આ લારી બનાવવા પાછળ એક દુઃખ ઘટના એ છે કે, પુત્રના અચાનક અવસાન બાદ દીકરીના ભવિષ્ય અને પતિને મદદરૂપ થવા આ મહિલાએ શરૂ કરી પરાઠાની લારી ક આજે સુરતીઓને 90 પ્રકારના પરાઠા ખવડાવી મહિનાના કમાય છે 50 હજાર સુધી કમાઈ છે.

ખરેખર તેમના સંઘર્ષ ભરેલ કહાની અનેક લોકો માટે ઉત્તમ સંદેશ છે. વર્ષ 2008 થી શરૂ કરેલ આ લારીથી અન્ય 4 લોકોને પણ રોજગાર આપે છે.મૂળ સૌરાષ્ટ્રના પણ વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા નીલમબેન પટેલે માટે આ વ્યવસાય દ્વારા ન તો તેઓ ફક્ત પોતાના પરિવારની જવાબદારી સંતોષી રહ્યા છે પરંતુ સાથે સાથે 4 વ્યક્તિઓને રોજગારી પણ આપી રહ્યા છે.

તેમને આજીવિકા માટે ઘણા બધા કામ કરેલા જેમાં વિડીયો શૂટિંગ, ખેતી  વગેરે પર હાથ અજમાવ્યો પરંતુ તે વ્યવસ્થિત સેટ ન થતા 2008 માં પીપલોદ બિગ બાઝાર, સુરત ડુમ્મસ રોડ પાસે પટેલ પરાઠા નામ આપી લારી શરુ કરી. આ પ્રેરણા તેમના પિતા પાસેથી મળી કારણ કે તેઓ હોટલમાં શેફ હતા અને તેમના જોડે રહીને જ નીલમબેનને પણ વિવિધ જાતના પરાઠા જેમકે આલુ પરાઠા, ઓનિયન પરાઠા, ગોબી પરાઠા વગેરે બનાવતા આવડતું હતું. પરાઠા બનાવવાની આવડત છે તેને જ એક વ્યવસાય બનાવ્યો.

શરૂઆતમાં 35000 નું રોકાણ કર્યું. આર્થિક રીતે સધ્ધર નહોતા તેથી 15000 અમારા ભેગા કરેલા હતા અને તેમાં બીજા દીકરી દ્વારા સાત વર્ષથી ગલ્લામાં ભેગા કરાયેલા 12 થી 15 હજાર ઉમેરીને અને બીજા થોડા આઘા પાછા કરી આ ધંધામાં રોક્યા અને શરૂઆતના છ મહિના દરમિયાન બધું જ કામ નીલમબેન, તેમની દીકરી અને તેમના પતિ જાતે જ કરતા હતા. પરંતુ છ જ મહિનામાં ધંધો સેટ થયો અને અવાક મળવા લાગી ત્યારે તેમણે 2 માણસોને મહિને ત્રણ હજારના પગારે કામ પર રાખ્યા.

શરૂઆત બાદ બે ત્રણ મહિના સુધી મુશ્કેલીઓ પણ ખુબ આવી જેમ કે કોર્પોરેશન વાળા લારી મુકવા ન દે, બીજા લારી વાળાઓ કમ્પ્લેન કરી નાખે તેમના વિરુદ્ધ વગેરે અને 6 જ મહિનામાં તેમનો આ ધંધો સારો ચાલવા લાગ્યો અને ગ્રાહકો તરફથી સારામાં સારો પ્રતિસાદ મળવા લાગ્યો. યુવાનોમાં તો તેઓ ખાસ લોકપ્રિય થયા અને સાથે સાથે તે દરેક લોકોની અલગ અલગ જરૂરિયાત પ્રમાણે જમવાનું બનાવી આપવા લાગ્યા.આજે 4 છોકરાઓને નોકરી પર રાખ્યા છે, જેમથી 8 થી 10 હજારનો પગાર ચૂકવે છે. પહેલા તેઓ 25 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના વિવિધ વેરાયટીના પરોઠા વેંચતા હતા અને અત્યારે 80  રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીના વિવિધ વેરાયટી પ્રમાણે મળે છે અને દરેક સુરતીઓ મોજથી ખાઇ છે.

સુરતમાં એક યુનિક સ્ટાઇલ છે નાસ્તા માટેની કે અહીંયા લોકો ફૂટપાથ પર બેસીને જમે છે એટલે કે એકદમ રોડ ટચ લારીની પાસે જ ફૂટપાથ પર ચટાઈ પાથરેલી હોય છે અને લોકો ત્યાં પલાંઠીવાળીને બેસીને જમે છે. ઓડી, મર્સીડીઝ લઈને પણ આજે લોકો તેમના પરોઠા જમવા માટે આવે છે. અને નીલમબેન કહે છે કે તમે અમારી લારીમાં વિવિધ વેરાયટીના દરેક પરાઠા ચાખો પરંતુ દરેકનો સ્વાદ અલગ જ આવશે. ઘણા લોકો જે શહેર છોડીને બીજે રહેવા ગયા છે તેઓ પણ ફક્ત પરાઠા જમવા માટે ઘણીવાર લારી પર આવે છે અને ખરેખર તેમની અથાગ પરિશ્રમ થકી આજે સુરતમાં લોકપ્રિય છે.
Source – the better india

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!