ચૂંટણી પૂરી થયા પછીનું હૃદયને ટાઢક અપાવે તેવો વિડીઓ. જીતનાર અને હારનાર બંનેના મનની મોટાઈ….
બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના ખડોલ ગામના ઉત્સાહી યુવાન હીરજીભાઈ એ સરપંચ પદે ચૂંટાયા બાદ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખરેખર આ ઘટના વિશે તમે જાણશો ત્યારે સમજાશે કે, ઓછું ભણેલા અને ગામડાના લોકો ની સમજ થી આજના શહેરના અને શિક્ષિત લોકો એ એમાંથી પ્રેરણા લેવી જરુરી..જો મનમાં ભાવના હોય તો અભણ વ્યક્તિ પણ સારું કાર્ય કરી શકે અને ક્યારેય પણ એકબીજા પ્રત્યે ભેંદભાવ ન હોવો જોઈએ. આ ચૂંટણી પૂરી થયા પછીનું હૃદયને ટાઢક અપાવે તેવો વિડીઓ. જીતનાર અને હારનાર બંનેના મનની મોટાઈ જોઈને તમને પણ ગર્વ અનુભવશો.
હાલમાં આપણે સૌ કોઈ જાણીને છે કે ગુજરાતનાં દરેક ગામમોમાં સરપંચની ચૂંટણી યોજાઈ અને દરેક ગામોમાં ચૂંટણી નું પરિણામ આવ્યું અને પછી એવા અનેક ગામોની ખાસિયત જાણવા મળી છે. ત્યારે હાલમાં જ ખડોલાં ગામમાં ચૂંટણી પૂરું થયા પછી એક હદય સ્પર્શી ઘટના બની છે. આપણે જાણીએ છે કે, રાજીનીતિ એ બહુ ખરાબ છે, જ્યા સગા સગા ભાઈઓ હોય તો પણ મત અને મન ભેદ નથી થતા અને ત્યારે આ ઘટના એવા તમામ વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થશે.
હાલમાં જ સોશિયલ મીડિયના આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે સરપંચ પદના ઉમેવાર ની મોટાઈ એ લોકોનું દિલ જીતી લીધું છે! વાત જાણે એમ છે કે આપણે જાણીએ છે કે જ્યારે કોઈ ચૂંટણી જીતી જાય તો લોકો ઉત્સાહ ભેર સાથે એ ઉમેદવારને વધાવે છે અને હાર પહેરાવે છે. ત્યારે ખડોલ ગામમાં યુવા સરપંચ હીરજી ભાઈ હાર પહેર્યો જ ન હતો અને તેની પાછળ નું કારણ ખૂબ જ હદય સ્પર્શી છે, જ્યારે આ વાત સાંભળશો ત્યારે તમે આ યુવા સરપંચ નાં વખાણ કરતા નહિ થાકો!
આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, કંઈ રીતે યુવાન ગામના લોકોની સામે કહે છે કે, આપણે ચૂંટણી લડવાની રીતે લડી લીધી અને હવે તમામ લોકો આપણે આ ગામના વિકાસ સાથે ભેગા રહીને કરીશું. આ વાત ખરેખર સરહાનીય છે. તેમજ યુવા સરપંચ તેમના સામે ઉભેલા સરપંચ પદના ઉમેદવાર જેઓ હારી ગયા હતા અમે તેમના હાથે થી જ તેમને હાર પહેર્યો હતો અને તેમને તેમનાથી મોટા હોવાથી તેમનું માન સાચવ્યું અને ચૂંટણી પહેલા જ બંને નક્કી કર્યું હતું કે જે જીતે એન એક બીજાને હાર પહેરાવશે એ તમામ વેર અને ભવના ભૂલીને.
આ યુવા સરપંચ એ તેમના હસ્તે હાર પહેર્યો હતો અને મહત્વની વાત તો એ છે કે, હારેલા ઉમેદવાર પૂર્વ સરપંચ છે અને તેમણે કહ્યું કે મારા અધૂરા કાર્યો પણ સૌ સાથે મળીને પુરા કરીશું અને ગામનો વિકાસ કરીશું.ખરેખર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ દ્રશ્ય જોઈને એ સાબિત થઈ ગયું કે, ગામમાં જે સંપ અને ભાઈચારા અને એકતા જોવા મળે છે, એવી તો શહેરોમાં ક્યારેય જોવા નથી મળતી. આ દ્રશ્ય માત્ર 2 મિનિટનું છે પણ લોકોને ઘણું બધું શીખવી જાય છે.