માતા પિતા વગરની 22 દિકરીઓના ખુબ જ ભવ્ય રીતે લગ્ન કરવામા અને કરિયાવર મા એટલી વસ્તુઓ આપવામા આવી કે…
સામાન્ય રીતે આપણે જોયુ છે કે માતા પિતા વગર ના સંતાનો ને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે અને જયારે લગ્ન ની વાત આવે ત્યારે લાખો રુપીયા નો ખર્ચ થવાનો હોય છે ત્યારે વધારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ઘણી એવી સંસ્થાનો અને લોકો છે જે માતા પિતા વગરની દિકરીઓ ના પાલક બનીને લગ્ન કરાવતા હોય છે ત્યારે આવા જ આવા જ લગ્ન રાજ રાજકોટ મા યોજાયા હતા જેમા 22 દિકરીઓ ના શાહી લગ્ન યોજાયા હતા.
ગઈ કાલે યોજાયેલ 22 દિકરીઓ ના લગ્ન નુ ભવ્ય રીતે આયોજન કરવામા આવ્યુ હતુ. આ લગ્ન મા કુલ 22 દિકરીઓ ના લગ્ન થયા હતા જેમા કોઈ એ માતા પિતા તો કોઈ એ પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવી દિકરીઓ હતી ત્યારે દિકરાનુ ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આ લગ્ન નુ આયોજન કરવામા આવ્યુ હતુ જે ચોથી વખત હતુ દીકરીઓ ના લગ્ન મા કાર્યકર્તાઓ પોતાની નાની બહેન કે દીકરી પરણતી હોય તે રીતે ઉત્સાહભેર આ વહાલુડીના વિવાહમાં જોડાયા છે.
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ કરવામા આવતી હોય છે. અને આયોજક મુકેશ દોશી ના જણાવ્યા અનુસાર દીકરા નુ વૃદ્ધાશ્રમ દ્વારા વહાલુડીના વિવાહ કાર્યક્રમ અમારા સૌનો પ્રિય કાર્યક્રમ છે અને અત્યાર સુધી મા છેલ્લા ચાર વર્ષ મા 88 દિકરીઓ ના લગ્ન કરવામા આવ્યા છે. અને 171 કાર્યકર્તાની દોઢ મહિનાની મહેનત બાદ વહાલુડીના વિવાહ શરૂ થતા અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો.
જો આ ભવ્ય લગ્ન ની વાત કરવામા આવે તો ખુબ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ગઈ કાલે બપોરે 2.30 વાગ્યે જાન પ્રસ્થાન બાદ 3.30 વાગ્યે બેન્ડવાજા તેમજ ડીજેના તાલે વાજતે ગાજતે બગી ઉપર વરરાજાઓનું આગમન થયું હતું. અને લગ્ન મંડપમાં દીકરીઓનું સ્વાગત પણ કોલ્ડ ફાયર અને બલૂન મારફતે ફૂલથી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જ દીકરીના ગત 12 ડિસેમ્બરના રોજ રાસ ગરબા, ગઈકાલે ફૂલેકુ રાખવામાં આવ્યું હતું
જયારે એક દિકરીના લગ્ન હોય ત્યારે હૌથી વધુ હરખ એક પિતા ને જ હોય છે અને કરિયાવર મા અનેક વસ્તુઓ પિતા દ્વારા આપવામા આવતી હોય છે ત્યારે વહાલુડીનાં વિવાહમાં 22 દીકરીઓને 225 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી છે. આ ઉપરાંત લગ્ન એટલા ભવ્ય રીતે કરવામા આવ્યા હતા કે લોકો એ લગ્ન જોઈ ખુબ વખાણ કર્યા હતા.