મહેશ સવાણી ને સમર્થનમાં લોક ગાયિકા કિરણ ગજેરાએ કહી આ વાત!
હાલમાં મહેશભાઈ સવાણી નું નામ ખૂબ જ ચર્ચામાં છે, તેમને ઉપવાસ આંદોલન દ્વારા હેડ ક્લાર્ક ભરતીકૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવા માયેઆમ આદમી પાર્ટી (AAP) ની માંગ હતી. પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંહ યાદવ અને મહેશભાઈ સવાણી છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. આ ઉપવાસ મામલે સરકારે મચક નહીં આપતાં આખરે ‘આપ’એ ઝૂકવું પડ્યું છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મહેશભાઈ સવાણીએ SVP હોસ્પિટલમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને નૌતમ સ્વામી, મોહનદાસ જી મહારાજ અને ઋષિ ભારતી બાપુના વરદ હસ્તે પારણાં કર્યાં હતાં. બાદમાં તેઓ નવરંગપુરા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે પાલક દીકરીઓના હાથે પણ પારણાં કર્યાં હતાં. ગુલાબસિંહ યાદવે પણ પારણાં કર્યાં હતાં.
આ પહેલા ઉપવાસ આંદોલન માટે મહેશ સવાણી ને સમર્થન આપવા માટે અનેક કલાકારો તેમજ રાજનેતાઓ અને લોકગાયકોએ સમર્થન આપવા અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે ગુજરાતની લોકપ્રિય લોક ગાયકા કિરણ ગજેર એ પણ મહેશ સવાણી ને સમર્થન આપતા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે કિરણ ગજેરા એ એવું તે શુ મહેશ સવાણી વિશે લખ્યું હતું, જે હાલમાં સોશિયલ મીડિયામાં બહુ ચર્ચામાં રહ્યું હતું. આ સાથે દરેક કલાકારો ની સાથો સાથ કિરણ ગજેરા એ મહેશભાઈ સવાણીમાં સમર્થનામ પોસ્ટ કરી હતી.
સંગીત ના સથવારે લોકો ને કરાવું છું મોજ. સ્વાર્થી લોકો આવે કે નાવે પણ મને વિશ્વાસ છે કે મહેશભાઈના સમર્થન માં આવશે યુવાનો ની મોટી ફોજ..અસિત વોરા ના રાજીનામા ની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા વીર ભામાશા એવા મહેશ સવાણી ને મારું ખુલ્લું સમર્થન. છે. તમે પણ આવો સહુ સાથે મળી ને આપડે બાળકો ના ભવિષ્ય માટે કંઇક એવું કરીએ કે દુનિયા સદીઓ સુધી યાદ કરે.લોકગાયિકા કિરણ ગજેરા હુંમહેશભાઈ ને સમથન કરું છું.અને તમે….આ સાથે કિરણ ગજેરા એ કહ્યું હતું કે,હું આ પોસ્ટ કોઈ પક્ષપાત કરવા કે કોઈ પક્ષમાં જોડાવવા માટે નથી કરતી.હાલમાં તો કિરણ ગજેરા એ આ પોસ્ટ ડિલીટ કરી છે ,કારણ કે, મહેશ સવાણી નાં આ ઉપવાસ આંદોલન ને સમેટી લેવામાં આવ્યુ છે.
સોર્સ – @kirangajeraofficial