સામાન્ય તબલા વાદક ઓસમાણ મીર આવી રીતે બન્યા સૂર સમ્રાટ ! તેમના સંઘર્ષ વિષે જાણશો તો
ગુજરાતી જગતમાં અનેક કલાકારો છે અને તેઓ આજે ગુજરાતી દર્શકોના હૈયામાં ખૂબ જ ખાસ સ્થાન બનાવ્યુ છે. ત્યારે ખરેખર આ કલાકારો ની સફળતા પાછળ અનેક સંઘર્ષ રહેલ છે. ત્યારે આજે અમે આપણે એક એવા કલાકાર ની વાત કરવાની છે જેઓ એક સમયે સામાન્ય તબલા વાદક હતા. ઓસમાણ મીર કંઈ રીતે બન્યા સૂર સમ્રાટ બન્યા અને જીવનમાં કેવા સમય માંથી પસાર થયા હતા તે જાણીશું.ખરેખર તેમના જીવનનાં ખરાબ સમયમાં પણ તેઓ ક્યારેય હિંમત નથી હાર્યા અને જીવનમાં સફળતા શિખરો સર કર્યા.
તેમના અંગત જીવન વિશે વાત કરીએ તો.ઓસમાણ મીરનો જન્મ કચ્છના એક નાનકડા ગામ વાયોરમાં 22 મે 1974ના દિવસે થયો હતો. તબલાવાદક હુસેનભાઈના આ બાળકને જન્મથી જ સંગીતનો વારસો મળ્યો હતો તેમજ ખાસ વાત એ છે કે, ઓસમાણ મીરે માત્ર 9 ધોરણ સુધી ગામની શાળામાં અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ સંગીતની દુનિયામાં આગળ વધ્યા..
તેમના પિતા સાથે જાણીતા ભજનિક નારાયણ સ્વામી સાથે તબલા વગાડવા માટે જતા હતા. હવે વિચાર કરો કે, તેઓ એ પોતાના જીવનમાં ડાયરેક્ટર કલાકાર નથી બન્યા પહેલા શરૂઆત હંમેશા નાના નાના કામોથી થાય છેઓસમાણ મીરને ગાવાનો ખુબ જ શોખ હતો. તબલાની સાથે તેઓ ગાયકીમાં પણ હાથ અજમાવી લેતા હતા અને આ જ કળા ને તેઓ આગળ લઈ ગયા.પિતા હુસૈનભાઈએ દિકરા ઓસમાણ મીરને ઈસ્માઈલ દાતાર નામના ગુરૂ પાસે યોગ્ય ગાયકીની તાલિમ અપાવી.
ગુરૂપૂર્ણિમાના દિવસે તબલાવાદક તરીકે મોરારી બાપુના આશ્રમમાં ગયેલા ઓસમાણ મીરને ગાવાની તક મળી અને પ્રેક્ષકો સામે તેમણે પહેલું ગીત ‘દિલ તેરા નક્શા હૈ’ ગાયું. અને તેમની ગાયકીની સુંદર સફરની શરૂઆત થઈ.સંગીતનો કોઈ પણ પ્રકાર હોય, તે ગઝલ હોય કે લોકગીત, સુગમ સંગીત, ભજન, સંતવાણી…ઓસમાણ મીરના અવાજનો જાદૂ તમામ ગુજરાતીઓ સુધી પહોંચ્યો અને ગુજરાતની બહાર પહોંચી ગયો અને તેમને લોકપ્રિય બનાવી દીધો.
ઓસમાણ મીરની બોલીવુડમાં એન્ટ્રી પર ધમાકેદાર બની રહી. આ ઘટના એવી હતી કે આ ગુજરાતી તરીકે કોઈપણ આ વાત સાંભળીને ગર્વ અનુભવે.મહત્વની વાત એ છે કે તેઓ જન્મે મુસ્લિમ છે છતાં પણ ઓસમાણ મીર મોટા ભાગના હિન્દુ મંદિરોમાં અને આશ્રમોમાં પોતાના કાર્યક્રમો આપી ચુક્યા છે. માતાજી નાં ભજનો અને ડાયરામાં ભક્તીના રસપાન કરાવે છે.મહત્વનું છે કે ઓસમાણ મીરની જેમ તેનો દીકરો પણ આજ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે અને લોકો પણ તેના અવાજને પસંદ કરવા લાગ્યા છે. ખાસ કરીને ઓસમાણ મીર રામ લીલા ફિલ્મમાં મન મોર બનીને થનગનાટ કરે ગાઈને ખુબ જ ધૂમ મચાવી હતી.