4 વર્ષ બાદ પણ લોકો નથી ભૂલ્યા આ ગુજરાતીના લગ્નને, કંકોત્રી પહોંચી હજારો લોકો સુધી અને લગ્ન પણ એવા ખાસ કે..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, દર વર્ષે લગ્ન થાય છે પણ એવા કંઈ ખાસ ન હોય કે લગ્ન યાદ રહે! હા એ વાત અલગ છે કે પોતાના લગ્ન હોય તો યાદ રહે પણ બીજાના લગ્ન થોડી યાદ રહેતા હશે? આજે એવા લગ્નની વાત કરવાની છે જેને કોઈપણ ગુજરાતી ભાગ્યે જ નહીં ભૂલી શક્યું હોય.આ ગુજરાતી યુવાન વલગ્નને આજે 3 વર્ષ થઈ ગયાં, છતાં લોકો આજે પણ નથી ભૂલ્યા. વાત લગ્નની જ નહીં, લોકો તેમના લગ્નની કંકોત્રી પણ નથી ભૂલ્યા.ચાલો આ અનોખા લગ્ન વિશે અમે આપને જણાવીએ.
આ યુવાનની લગ્નની કંકોત્રીની કિંમત 2 લાખ રૂપિયા હતી.તો ગુજરાતના એક યુવાને બે વર્ષ પહેલાં કઈંક એવી કંકોત્રી છપાવી હતી કે, આજે પણ લોકોએ તેને સાચવી રાખી છે અને લોકો આ કંકોત્રીની પીડીએફ કૉપી અને તસવીરો સામેથી મંગાવે છે. ગુજરાતના અમદાવાદમાં રહેતા 32 વર્ષિય ચેતન પટેલ એક સમાજ સેવક છે અને સૃષ્ટિ સંગઠ સાથે જોડાયેલા છે. જેના અંતર્ગત તેઓ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોના ઉત્થાન માટે કામ કરે છે. તેઓ સૃષ્ટિ ઓર્ગેનાઇઝેશન સાથે રિસર્ચ એસોશિયેટ તરીકે કામ કરી રહ્યા છે.ખેડૂતો માટે પણ તેઓ આટલી જ મહેનત કરે છે. ઓર્ગેનિક ખેતીનું માર્ગદર્શન આપે છે.
.ગુજરાતના પંચમહાલ જિલ્લામાં કંડાચ ગામના એક ખેડૂત પરિવારમાંથી આવતા ચેતન પટેલે પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળામાં જ લીધું હતું. ત્યારબાદ તેમણે મંગલ ભારતી ગ્રામ વિદ્યાપીઠ (સંખેડા) માં ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું. ગ્રેજ્યુએશન દરમિયાન જ તેઓ સૃષ્ટિ સંગઠનના સંપર્કમાં આવ્યા અને આજે લગભગ 13 વર્ષથી સૃષ્ટિ સંગઠન સાથે જોડાયેલા છે.
ચેતનનાં લગ્ન 25 નવેમ્બર 2017 ના રોજ થયાં હતાં. આવાં નિરાળાં અને અદભુત લગ્ન વિશે ભાગ્યે જ તમે ક્યાંક સાંભળ્યું કે જોયું હશે!તેમનાં લગ્નની કંકોત્રી લગભગ 20 પાનાંની હતી. શરૂઆતનાં બે પાનાંમાં લગ્નના સમારંભો અને રસમોની માહિતી આપવામાં આવી હતી. બાકીનાં 18 પાનાંમાં કૃષિ સંબંધિત, ખેડૂતો માટે ફાયદાકારક માહિતી અને અલગ-અલગ પાયાના ઈનોવેટર્સ અને તેમની શોધ અંગે છપાવવામાં આવ્યું હતું.
ચેતનના મોટાભાગના સંબંધીઓ કોઇને કોઇ રીતે ખેતી પર આધારિત છે. આ જોતાં તેમના માટે આ લગ્ન બહુ સારી માહિતીનો સ્ત્રોત બની ગયો અને જે લોકો જાતે ખેતી કરતા નહોંતા, તેમણે આ કંકોત્રી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી. અત્યાર સુધીમાં આ કંકોત્રી હજારો લોકો સુધી પહોંચી ચૂકી છે.
તેમના લગ્નની કંકોત્રી જ નહીં, પરંતુ લગ્ન પણ સૌથી અલગ અને અનોખાં હતાં. તેમનાં લગ્નમાં આવનાર બધા જ લોકો માટે આ લગ્ન યાદગાર બની ગયાં. જ્યાં ડીજે, મ્યૂઝિક સિસ્ટમની જગ્યાએ ગ્રામ્ય વિસ્તારોના ઇનોવેટર્સના 25 સંશોધનોનું પ્રદર્શન લગાવવામાં આવ્યું હતું.તેમનાં લગ્નમાં મોટાભાગે ખેડૂતો અને ગ્રામીણો જ આવવાના હતા. એટલે તેમની આ પહેલ તેમના માટે મદદરૂપ તો હતી જ, સાથે-સાથે આ સંશોધન કરનાર લોકો માટે પણ પોતાનું હુનર બતાવવાની સારી તક હતી.
1509 – 200 પેન લીધી અને તેના પર ‘સેવ ફૂડ, સેવ લાઇફ’ (ભોજન બચાવો, જીવન બચાવો) સ્લોગન પ્રિન્ટ કરાવ્યું. આ પેનને લઈને કેટલાક સ્વયંસેવકો ડસ્ટબિન્સની પાસે ઊભા થઈ ગયા. ત્યારબાદ જે પણ મહેમાન ડસ્ટબિન આગળ તેમની પ્લેટ લઈને આવે અને તેમની પ્લેટ એકદમ ખાલી હોય તેમને સ્વયંસેવક ધન્યવાદ કહે અને આ પેન ગિફ્ટમાં આપે. તો જે લોકોએ ભોજનનો બગાડ કર્યો તેમને આ પેન ન આપવામાં આવી.”
લગ્નમાં કોઇપણ પ્રકારની પ્લાસ્ટિક ક્રોકરીનો ઉપયોગ નહોંતો કર્યો. ચમચીથી લઈને પાણીના ગ્લાસ બધુ જ સ્ટીલનું રાખવામાં આવ્યું હતું.તેમને લગ્નસ્થળ પર પોસ્ટર પણ લગાવડાવ્યાં હતાં, જેના પર લખવામાં આવ્યું હતું કે, દરેક મહેમાન વાસણનો ઉપયોગ સાવધાનીથી કરે, જેથી બીજા મહેમાનોને તકલીફ ન પડે. તેમની આ પહેલ રંગ લાવી અને લોકોને સ્ટીલનાં વાસણોનો કૉન્સેપ્ટ ગમ્યો.
લગ્ન બાદ ચેતન પટેલ પત્ની સાથે હનિમૂન કરવા માટે હિમાચલના ચાંબા જિલ્લાના ભિલોલી ગામમાં ગયા હતા. ત્યાં તેમણે 500 પુસ્તકોની લાઇબ્રેરી પણ બનાવડાવી હતી, તમને જાણીને આશ્ચર્ય થશે કે, આજે પણ એ ગામમાં જવા માટેનો રસ્તો નથી. દર વર્ષે જન્મદિવસ શાળાનાં બાળકો, અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં જ ઉજવશું. અને આ સિલસિલો આજે પણ યથાવથ છે..ચેતન અને આવૃત્તિનાં લગ્ન ખરેખર લોકો માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ છે.
The better india .Source