India

રતન ટાટા સાથે જન્મ દિવસ ની ઉજવણી કરનાર આ યુવાન કોણ છે જાણો ! ટાટા પરીવાર માથી નથી પણ…

હાલમાં જ રતન ટાટાનો જન્મ દિવસ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે! હવે તમેં વિચારશો કે દેશના ધનિક વ્યક્તિનો જન્મદિવસ તો ખાસ જ હશે! તો આ વાત તમારી ખોટી છે, કારણ કે રતન ટાટા એ ખૂબ જ સાદગી રીતે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો અને એ પણ કોઈ પરિવાર સાથે નહીં પણ એક એવા યુવક સાથે ઉજવ્યો જેમની સાથે તેમને કોઈ પારિવારિક સંબંધ નથી. ખરેખર આ જ સાદગી અને લાગણી ન લીધે રતન ટાટા હાલમાં સોશિયલ મીડિયમાં ચર્ચામાં છે તેમજ આ યુવાન કોણ છે એ પણ એક મોટો ચર્ચાનો વિષય બન્યો છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, રતન ટાટા ની સાદગી જ તેમની ઓળખ છે. હાલમાં જન્મદિવસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રતન ટાટા એક યુવાન સાથે કપકેક કાપી રહ્યા છે. આ સાથે તે તેમાં મીણબત્તી ફૂંકીને ખૂબ જ સાદગીથી પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમની પાસે બેઠલ યુવાન ઉભો થાય છે અને રતન ટાટાને કેક ખવડાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે ખાસ વાત એ છે કે આ યુવાન છે કોણ?

આ યુવાન એક સમયે સામન્ય વ્યક્તિ હતો અને આજે રતન ટાટા ની સદાય પડખે રહે છે, જાણે તે રતન ટાટાનો પડછાયો જ કેમ ન હોય! આ યુવકનું નામ શાંતનુ નાયડુ છે. તે રતન ટાટાના ખભા પર હાથ મૂકીને તેમને કેક ખવડાવે છે. શાંતનુ રતન ટાટાના અંગત સચિવ છે. રતન ટાટા યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમના ભાષણો અને વાર્તાઓ સોશિયલ નેટવર્ક પર સતત વાયરલ થાય છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં રહેતા શાંતનુ નાયડુ એવા નસીબદાર યુવક છે, જેનાથી પ્રભાવિત થઈને રતન ટાટાએ પોતે ફોન કરીને કહ્યું કે તમે જે કરો છો તેનાથી હું ખૂબ જ પ્રભાવિત છું. શું તમે મારા સહાયક બનશો?

ખરેખર તમે પણ વિચાર કરો કે એક દિવસ મુકેશ અંબાણી કે મોદીજી તમને ફોન કરીને બોલાવે તો? આવું શક્ય બને ખરું? હા બને જો તમારામાં કાંઈક આવડત અને કલા હોય અને તમારું કાર્ય કાંઈ ખાસ હોય.રતન ટાટા સાથે કામ કરી રહેલા શાંતનુએ હ્યુમન્સ ઓફ બોમ્બે નામના ફેસબુક પેજ પર પોતાની સફળતાની વાર્તા લખી છે. વર્ષ 2014માં તેનું જીવન બદલાઈ ગયું. લગભગ પાંચ વર્ષ પહેલાં તેણે એક કૂતરાને રસ્તા પર અકસ્માતમાં મરતો જોયો હતો. શાંતનુ કુતરાઓને આ રીતે મરતા બચાવવા માટે વિચારવા લાગ્યો. શાંતનુને કૂતરાઓ માટે કોલર બનાવવાનો વિચાર આવ્યો. એક ચમકતો કોલર જેને ડ્રાઈવરો દૂરથી પણ જોઈ શકે બસ આ કાર્ય ને લીધે આજે આ યુવક રતન ટાટા નો અંગત સચિવ છે, જે હંમેશા તેમની સાથે રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!