Gujarat

પુષ્પા ફીલ્મ જેવી ઘટના ગુજરાત મા પણ બની ! હજારો રુપીઆનુ ગેરકાયદેસર લાકડુ વન વિભાગે

હાલ બોક્સ ઓફિસ મા એક સાઉથ ફીલ્મ પુષ્પા એ ખુબ ધુમ મચાવી છે સાઉથ ની ચોથા નંબર સૌથી વધુ રુપીયા કમાનાર ફીલ્મ બની છે. જેણે બોલીવુડ સ્ટાર રણબીર સિંગ ની ફીલ્મ “83” ને જોરદાર ટક્કર આપી છે આ ફીલ્મ ની સ્ટોરી થોડી હટકે છે એમા સાઉથ મા આકડા નો સ્મગલિંગ આધારીત છે ત્યારે ગુજરાત મા એક રીયલ ઘટના સામે આવી છે જેમા લાખો રુપીયા નુ આકડુ પકડાયું છે.

જો આ ઘટના અંગે વાત કરવામા આવે તો આ ઘટના માંડવી તાલુકા ના સરકુઈ ગામ ની છ જયા વન વિભાગ ને મળેલ બાતમી ને આધારે ખેર ના લાકડાં ગેરકાયદેસર રીતે ભરેલ પીકઅપ વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જો આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો નાયબ વન સંરક્ષક સુરત શ્રી પુનિત નૈય્યર ને મળેલ ગુપ્ત બાતમી મળી હતી.

તેઓએ માંડવીના મદદનીશ વન સંરક્ષક સુરેન્દ્રસિંહ કોસાડા માર્ગ દર્શન હેઠળ માંડવી દક્ષિણ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્રસિંહ ડી. રાઉલજી અને અન્ય અધિકારીઓ સાથે મળીને રાત્રીના સમયે ટીમ બનાવીને અલગ અલગ જગ્યાએ પેટ્રોલીંગમાં હતા. એ સમય દરમ્યાન આજે સવારે સાત કલાકે પીપલવાડા થી ફેદરીયા રોડ પર પૂરઝડપે ટાટા પીકઅપ વાહન નં. GJ-19-V-0450 જતી હતી. વન અધિકારીઓ ને પીછો કરતા જોઈ પીપલવાડા થી સરકુઈ ગામ પાસે ડ્રાઈવર ગાડી રસ્તાની બાજુમાં મુકી ભાગી ગયો હતો. વાહનની તપાસ કરતા ખેરના તાજા છોલેલા લાકડાનો જથ્થો મળી આવેલા હતો.

જેથી ભારતીય વન અધિનિયમ-1927 ની કલમ હેઠળ વાહન અટક કરી માંડવી ખેડપુર ડેપો ખાતે જમા કરેલ છે. આ અંગે ખેડપુર ડેપો માંડવી ખાતે વધુ તપાસ કરતા ખેર ગંડેરી નંગ-૩૨ ઘ.મી. ૧.૭૩૯ જેની બજાર કિંમત રૂા. 41,371/- અને ટાટા પીકઅપ નં.GJ-19-V-0450 વાહનની અંદાજીત કિંમત રૂા. ૬૦,૦૦૦/- મળી કુલ ૧,૦૧૩૭૧/– થયો છે. ખેરનો મુદ્દામાલ ગેર કાયદેસર રીતે એકઠો કરવો અને બિન પરવાનગીએ કાપી અને વાહતુક કરવો ગુનો બને છે. જેનો લાખગામ રાઉન્ડમાં રા.ગુ.નં.૦4/2૦21-22 થી ગુનો નોંધી આગળની તપાસ સોંપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!