Entertainment

ખુબ ઓછા લોકો જાણે છે કે, શાહિદ કપૂરનું આ ગુજરાતી અભિનેત્રી સાથે છે ખાસ સંબંધ! તમે પણ જાણી ને ચોકી જશો…

આજે આપણે ગુજરાતી સીનેમાની એ વરીષ્ઠ અભિનેત્રી વિશે જણાવીશું જેને શાહિદ કપૂર સાથે ખાસ સંબંધ છે. ચાલો આપણે સુપ્રિયા પાઠક વિશે જાણીએ અને તેમની અભિનય કળા વિશે પણ જાણીશું. બૉલીવુડ અને હિન્દી ધારાવાહિક ની અભિનેત્રી સુપ્રિયા ગુજરાતી નાટ્ય કલાકાર દીના પાઠક અને રાજેશ ખન્ના તથા દીલીપ કુમારના પંજાબી ડ્રેસ મેકર બલદેવ પાઠકના પુત્રી છે.જાણીતા નાટય અને ટીવી અભિનેત્રી રત્ના પાઠક તેમની મોટી બહેન છે. તેમનું બાળપણદાદર,મુબઈની પારસી કૉલોનીમાં વીત્યું અને તેમનો શાલેય અભ્યાસ જે.બી. વાચ્છા હાઈસ્કુલમાં થયો. 

તેમણે મુંબઈ વિદ્યાપીઠના નાલંદા ડાન્સ રીસર્ચ સેન્ટરમાં, ભારતનાટ્યમાં ફાઈન આર્ટમાં સ્નાતકની પદવી મેળાવી છે.તેમણે અભિનયની શરૂઆત મેના ગુર્જરી નામના પ્રાચીન નાટકના પુન: સંસ્કરણમાં  કરી. આ નાટક તેમની માતા દીના પાઠકે દિગ્દર્શિત કર્યું હતું. દીના પાઠકની કારકીર્દીના ચરમ કાળમાં, આ નાટકના પ્રાચીન સંસ્કરણમાં દીના પાઠકે કામ કર્યું હતું. આ સિવાય ઈધર ઉધર, એક મહેલ હો સપનોં કા, ખીચડી, બા બહુ ઔર બેબી જેવી ટેલિવિઝન ધારાવાહીકોમાં પણ તેમણે અભિનય કર્યો. વર્ષ૧૯૯૪માં તેમણે તેમના પતિ પંકજ કપૂર સાથે મળે એક ટીવી નિર્માતા કંપની સ્થાપી. તે કંપનીની મોહનદાસ બી.એ. એલ.એલ.બી. નામની ધારાવાહીકમાં કાર્ય કર્યું.

પછી, ૧૧ વર્ષના વિરામ બાદ તેમણે ૨૦૦૫માં ફરી અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું. તેમણે ૨૦૦૫માં સરકાર, ૨૦૦૮ માં સરકાર રાજમાંમાં અભિનય કર્યો. ૨૦૦૯ની ફીલ્મ વેક અપ સીડ નામની ફીલ્મમાં પેઢીઓની વિચારધારાના તફાવતને ભરવા પ્રયત્નશીલ માતાના તેમના અભિનય વખણાયો હતો. ૨૦૧૩ની ફીલ્મ ગોલીયોં કી રાસ લીલા રામ-લીલામાંમાં તેમના પાત્ર ધનકોર બા ને ફીલ્મ ફેર મેગેઝીને તેમની કારકીર્દીનો ચિન્હ કહ્યો છે.તેમણે તેમની પ્રથમ ગુજરાતી ફીલ્મ કેરી ઓન કેસર (૨૦૧૬)માં અભિનય કર્યો છે.૨૨ વર્ષની ઉંમરે તેઓ તેમની માતાના મિત્રના પુત્ર સાથે પરણ્યા હતા, પણ એક વર્ષમાં તે લગ્ન આવ્યો અંત.

વર્ષ૧૯૮૬માં સાગર સરહદીની પ્રદર્શિત ન થયેલી ફીલ્મ અગલા મૌસમ તેમણે હાલના પતિ પંકજ કપૂર સાથે કામ કર્યું. બે વર્ષની ઓળખ બાદ પંકજ કપૂર અને સુપ્રિયાએ લગ્ન કર્યા. હાલમાં તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેમની પુત્રી સાનાહ એ ૨૦૧૫ની શાનદાર ફીલ્મથી અભિનય આપવો શરૂ કર્યો છે.મહત્વની વાત એ છે કે, સુપ્રિયા પાઠક શાહિદ કપૂરની સાવકી મા છે. ખરેખર આ વાત બિલકુલ સત્ય છે. પંકજ કપૂરે પોતાની પહેલી પત્ની એટલે કે શાહિદ ની સગી મા નિલીમાં સાથે છુટા છેડા લીધા ત્યારે શાહિદ ની ઉંમર માત્ર 3 વર્ષની હતી. આજે સુપ્રિયા અને શાહિદ વચ્ચે દીકરા અને મા જેવો જ સંબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!