Gujarat

માનવતા મરી પડી ! મૂકબધિર પુત્ર પોતાની માતાને લાકડાની ગાડી પર રાખી સ્મશાને પહોંચ્યો, ચાર લોકો એ કાંધ પણ ના આપી

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર કુદરત માં કુદરતની સૌથી મોટી અને અનોખી કોઈ રચના હોઈ તો તે માનવી છે. આપણે સૌ જાણીએ છીએ કે દુનિયા પર જોવા મળતા તમામ જીવો પૈકી ફક્ત માનવ જ એવું જીવ છે કે જે સૌથી વિકસિત છે. તેનામાં વિચાર કરવાની, બોલવાની જેવી અનેક ખૂબીઓ ભગવાન દ્વારા આપવામાં આવી છે. જેની પાછળનો ઉપદેશ માનવી એવા તમામ લોકોની મદદ કરી શકે કે જેમને જરૂર છે. વળી આપણે સૌ જાણીએ છીએ કે સેવા નું કાર્ય સૌથી વધુ પુનનું કાર્ય છે.

પરંતુ આપણા સમાજ માંથી ઘણી વખત એવા બનાવો પણ સામે આવે છે કે જે માનવતાને હચમચાવી દે છે. અને ઘણી વખત આપણને માનવી હોવા પર પણ વિચાર કરવો પડે છે. હાલ આવોજ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક ગરીબ અને જન્મજાત મૂંગા યુવકની માતા અવશાન પામી હતી તેવામાં તેની અંતિમ યાત્રા લઇ જવા માટે ચાર લોકો પણ ભગે ના થયા તેવામાં આ યુવકે એકલે હાથે નાની ચકડી વાળી લારીમાં પોતાની માતા ને સુવાડી અને દોરી વડે આ લારી ખેંચી અને સમસાન સુધી લઇ ગયો. આ સમયે રસ્તા પરથી પસાર થતા લોકો ફક્ત પ્રેક્ષક તરીકે આ ઘટના જોતા રહ્યા પરંતુ કોઈ પણ આ યુવકની મદદે આવ્યું નહિ.

જો વાત આ દુઃખદ બનાવ અંગે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે. જણાવી દઈએ કે આ બનાવ ભરૂચ અંકલેશ્વર માર્ગ નો છે. અહીં એક યુવક કે જે ખુબજ ગરીબ છે. અને મુકબધીર છે. તેની માતા નું અવશાન થઇ જાય છે. જેના કારણે તે યુવક તેની માતાને સમસાન લઇ જવા નીકળે છે તેવામાં અર્થીને ખભો આપવા ચાર લોકો પણ હાજર હોતા નથી. જેના કારણે આ યુવક પોતાની માતા ને બેસાડીને જે નાની ચકડી વળી લારી પર ભીખ માંગતો હતો તેના પર જ તેની માતા ના મૃતદેહ ને સુવડાવીને સમસાન સુધી જવા નીકળી પડ્યો.

આ યુવક પોતાની માતાની અર્થીને એકલે હાથે ખેંચીને લઇ જઈ રહ્યો હતો તેવામાં રસ્તામાં અનેક લોકોએ આ બનાવ જોયો પરંતુ કોઈ પણ તેની મદદે આવ્યું નહિ અને ફક્ત દર્શક ની જેમ આ ઘટના જોતા રહ્યા. જો કે કહેવાય છે કે બધા લોકો એક સમાન હોતા નથી. તેવી રીતે રસ્તામાં એક રાહદારીએ એક સામાજિક સંસ્થાને સંપર્ક કર્યો અને બનાવ અંગે જાણ કરી જે બાદ આ સામાજિક સંસ્થાના લોકો આ યુવકની મદદ માટે દોડી આવ્યા. ત્યાં સુધીમાં આ યુવક તેની માતાની અર્થી સાથે અંકલેશ્વરથી ભરૂચ કોવીડ સમસાન સુધી ઘણું અંતર કાપી ચુકીયો હતો.

જે બાદ બોરભાઠા ગામના યુવકોની મદદથી આ યુવકની માતાના મૃતદેહને કોવીડ સમસાન લાવવામાં મદદ કરવામાં આવી જે બાદ સમશાન ના સંચાલકોની મદદથી આ ગરીબ અને મુકબધીર યુવકની માતાને સંપૂર્ણ રીતિ રિવાજ સાથે અંતિમ ક્રિયા કરવામાં આવી અને તે યુવકના હાથે ચિતાને અગ્નિ પણ આપવી જે બાદ યુવક ઘણો જ રડવા લાગ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!