Gujarat

11 વર્ષની ઉંમરે દીકરીએ પિતાને મદદ કરવા ડેરી ઉદ્યોગનું કામ કરતી, આજે 21 વર્ષની ઉંમરે મહિને 6 લાખ રૂ…

આજના સમયમાં અનેક લોકો અનેમ નવીત્તમ અને સફળયુક્ત ધંધાની શરૂઆત કરે છે, ત્યારે હાલમાં જ એક યુવતી પોતાની બુદ્ધિશ્રમતા થી એવો વ્યસાય શરૂ કર્યો કે, તમને પણ જાણીને નવાઈ લાગશે. આપણે ત્યાં એવું કહેવાય ને કે દીકરો હોય એ બાપની પેઢી આગળ વધારે ત્યારે આજે એક દીકરીઓ પોતાના પરિવારિક ડેરી ફાર્મના વ્યવસાય ને ખૂબ જ આગળ વધાર્યો અને આજે મહિના 6 લાખ રૂપિયાથી વધારે કમાણી કરે છે. ચાલો આજે આપને આ શ્રદ્ધા નામની યુવતી વિશે જાણીશું જેને કંઈ પણ શરમ સંકોચ રાખ્યા વિના અશક્ય કાર્યને શક્ય કરી બતાવ્યું.

ધ બેટર ઇન્ડિયાની વેબસાઈટમાં શ્રદ્ધા નામની યુવતીની સફળતા વિશે જણાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના અહમદનગરથી આશરે 60 કિલોમીટર દૂર નિગોજ ગામની રહેવાસી 21 વર્ષીય શ્રદ્ધા ધવન તેના પિતાનો ડેરી ફાર્મ (ચલાવે છે અને મહિને છ લાખ રૂપિયા કમાય છે. વર્ષ 1998માં તેના પરિવારમાં માત્ર એક જ ભેંસ હતી. આવા સમયે તેમના પિતા સત્યવાન મુખ્યત્વે ભેંસનો વેપાર કરતા હતા. તેમના માટે દૂધનું વિતરણ કરવું મુશ્કેલ હતું, કારણ કે તે દિવ્યાંગ હતા અને તેથી તેમને શારીરિક અને માનસિક પડકારોનો સામનો કરવો પડતો હતો. 2011માં જ્યારે તેમણે શ્રદ્ધાને ભેંસનું દૂધ દોહવાની અને વેચવાની જવાબદારી સોંપી ત્યારે બાબતો બદલાઈ ગઈ.

11 વર્ષની ઉંમરે, મેં આ જવાબદારી ઉઠાવી કારણ કે ત્યારે પિતા બાઇક ચલાવી શક્તા નોહતા અને ભાઈ નાનો હતો આ કારણે જવાબદારી ઉઠાવી.શ્રદ્ધાના વર્ગમાં ભણતા બાળકો સ્કૂલે જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેણી બાઇક પર તેના ગામની આજુબાજુના ઘણા ડેરી ફાર્મમાં દૂધ વહેંચવા જતી હતી. આજે શ્રદ્ધા તેના પિતાનો ધંધો ચલાવી રહી છે અને તેના બે માળના શેડમાં 80થી વધુ ભેંસો છે. તે મહિલા દ્વારા સંચાલિત જિલ્લાનું પ્રથમ સૌથી મોટું ડેરી ફાર્મ છે.પહેલાની તુલનામાં શ્રદ્ધાના પરિવારની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થયો છે.

તેઓ તેમાંથી દર મહિને 6 લાખ રૂપિયા કમાય છે.વર્ષ 2013 સુધીમાં, ધંધો વધતો ગયો, તેમ મોટા કન્ટેનરનો ઉપયોગ દૂધ પહોંચાડવા માટે કરવામાં આવતો હતો.2015 માં તેની દસમી પરીક્ષા આપતી વખતે પણ શ્રદ્ધા એક દિવસમાં 150 લિટર દૂધ વેચતા.જેમ પશુઓની સંખ્યા વધતી ગઈ તેમ તેમ તેમના ઘાસચારાને લગતી મુશ્કેલીઓ પણ વધતી ગઈ. મંદીના દિવસોમાં, માસિક ખર્ચ માટે અમારી પાસે માત્ર 5-10 હજાર રૂપિયા બચતા હતા આજે આ યુવતી તોજ 20 ભેંસોનું દૂધ દોહે છે.શ્રદ્ધાએ 2020 માં ગ્રેજ્યુએશન કર્યું છે અને હાલમાં તે ફિઝિક્સમાં માસ્ટર્સ કરી રહી છે. તે આ વિષય પર વિદ્યાર્થીઓને ઓનલાઈન ગેસ્ટ લેક્ચર્સ પણ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!