રાજકોટના 61 વર્ષના બ્રેનડેડ વૃદ્ધ ના લીધે 21 વર્ષના યુવાનને નવજીવન મળ્યું, અમદાવાદ મા…
જો આપણા થકી કોઈનું જીવન બચી શકતું હોય તો એનાથી મોટું કોઈ પુણ્ય નથી આ જગતમાં. જો કોઈ વ્યક્તિ મરતા મરતા પણ બીજાને જીવન દાન આપી શકે તો એનાથી મોટું તો આ જગતમાં કયું પુણ્ય હોય શકે છે? હાલમાં જ એક આવી ઘટના બની છે.રાજકોટના 61 વર્ષના બ્રેનડેડ વૃદ્ધ ના લીધે 21 વર્ષના યુવાનને નવજીવન મળ્યું,અત્યાર સુધી મોટે ભાગે અંગદાન ની ઘટના માત્ર સુરત શહેરમાં વધુ જોવા મળે છે, ત્યારે હાલમાં જ રાજકોટ શહેરમાં પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. ચાલો આ ઘટના વિશે વધુ માહિતી આપીએ.
અંગ દાન મહાદાન સૂત્ર ને લોકો આજે સાર્થક કરી રહ્યા છે અને પોતાના જીવનમાં પણ સાબિત કરી રહ્યા છે.હાલમાં જ રાજકોટ અગ્રેસર બની રહ્યું છે. આજે રાજકોટમાં એક સાથે શરીરના લગભગ તમામ અંગોનું દાન થયું હોય તેવી પહેલી ઘટના સામે આવી છે. રાજકોટના જ 61 વર્ષીય બ્રેનડેડ વૃદ્ધની કિડની 21 વર્ષના ગ્રેજ્યુએટ યુવકને સમયસર મળી જતાં તેને નવજીવન મળ્યું જ છે. હોસ્પિટલથી ગ્રીનકોરીડોર મારફત એક કિડની અને લીવર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ રવાના કરાયું હતું. આ ઉપરાંત બન્ને આંખો અને સ્કીનનું પણ દાન કરી પરિવારજનોના આ નિર્ણયને તબીબોએ વધાવ્યો હતો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, 29 ડિસેમ્બરના રોજ શહેરના રૂગનાથ સંતોકી નામના વૃદ્ધને બ્રેનસ્ટ્રોક આવતાં તેમને તેમના ઘર નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે સફળ નહીં નિવડતા અને મગજમાં સોજો વધતો જ જતો હોવાને કારણે બ્રેનડેડ જાહેર થયા હતા. આ પછી ખાનગી હોસ્પિટલ દ્વારા અમારો સંપર્ક કરવામાં આવતાં અમે તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયા હતા અને મૃતક રૂગનાથભાઇના પરિવારજનોને અંગદાન વિશે સમજણ આપી હતી.
પરિવારજનો અંગદાન માટે તૈયાર થઈ જતાં મૃતદેહને બી.ટી.સવાણી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. અહીં તેમના જરૂરી રિપોર્ટ કરાયા બાદ તેમની ડિની, લિવર, આંખો, સ્કીન સહિતનું દાન કરી શકાય તેમ હોવાથી અમે તુરંત જ ટ્રાન્સપ્લાન્ટની તૈયારી શરૂ કરી હતી. આ પછી બી.ટી. સવાણીમાં જ ડાયાલિસિસ કરાવવા આવતા 21 વર્ષીય યુવક કે જે ગ્રેજ્યુએટ થયા બાદ આગળનો અભ્યાસ કરી રહ્યો છે તેને કિડનીનું દાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
