સુરતના યુવાને દવા પીને આપઘાત કર્યો અને અંતિમ શ્વાસ લેતા કહ્યુ કે મારે કોઈ ને પૈસા….
બે દિવસ અગાવ એક ઘટના બની હતી જેમા એક એક દંપતી એ વ્યાજ ના વિષ ચક્ર મા ફસાઈ ને પતિ પત્ની બન્ને એ એક સાથે આપઘાત કરી લીધો હતો ત્યારે ફરી એક ઘટના સામે આવી છે જેમા સુરતના એક યુવાને આવાજ કોઈ કારણોસર પોતાનુ જીવન ટુકાવ્યું છે. ઝેરી દવા પીને આપઘાત કરનાર યુવક નુ નામ પરેશ નામ સામે આવી રહયુ છે અને પોતે રત્ન કલાકાર હતો.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરત કૃષ્ણ રેસિડેન્સી કામરેજ મા રહેતા પરેશ ખુખાણી કે જેની ઉમર 28 વર્ષ છે અને રત્નકલાકારી નુ કામ કરતો હતો. પરેશ નાઈટ પાળી કરી મંગળવારે સવારે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ સૂઈ ગયેલા પરેશને અચાનક ઊલટીઓ શરૂ થતાં ભાભીએ બુમાબુમ કરી દીધી હતી. દોડીને જતા પરેશે જ કહ્યું કે, મેં દવા પીધી છે. જયાર બાદ પરીવારે તાત્કાલીક ખાનગી હોસ્પીટલે પહોંચાડ્યો હતો.
જયાર બાદ સ્થિતી વધુ બગડતા બીજી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જયા ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. આપઘાત કરનાર પરેશે ખૂખાણીએ કહ્યું હતું કે, મેં દવા પીધી છે. ત્યારબાદ હોસ્પિટલ લઈ જવાતા મારે કોઈને પૈસા દેવાના છે કહી છેલ્લા શ્વાસ લીધા હતા. પરેશ પરીવાર મા બીજા નંબર નો દિકરો છે જયારે પરેશના લગ્ન 4 વર્ષ પહેલા જ થયા હતો અને તેવો મૂળ ભાનરગરના વતની છે.
પરેશ ને કોઈ ને રૂપીયા દેવાના બાકી હતા એ જ કારણ રહ્યુ હશે કે પરેશ ને આપઘાત કરવો પડયો. જ્યારે પરીવાર હાલ આઘાત મા છે અને પરીવાર એ વાત થી બીલકુલ અજાણ હતો કે પરેશ માથે દેવું છે. આ ઘટના અંગે કામરેજ પોલીસે તપાસ હાથ ધરી હતી.
