હજારો બાળકો ની પાલક માતા ગણાતા આઈ સીધુંતાઇ થયું નિધન, મોદીજી અને રાષ્ટ્રપતિએ કર્યું દુઃખ વ્યક્ત….
હાલમાં જ એક દુઃખ ઘટના બની છે જેના લીધે અનેક લોકોની આંખમાં આંસુઓ આવી ગયા છે. વિચાર કરો જ્યારે એક બાળક પોતાની મા ગુમાવે છે, ત્યારે નિરાધાર બની જાય છે અને એનું દુઃખ તો ભગવાન પણ ન પૂરું કરી શકે. ત્યારે આજે જે ઘટના ઘટી છે એના થી તો એક બાળક નહીં પણ ભારતના અને અનાથ બાળકોએ મા ની ગોદ ગુમાવી છે. ખરેખર આજે તો ઈશ્વર ની આંખમાં આંસુઓ આવ્યા જશે જ્યારે એ સંતાનોએ ઈશ્વર ને ઠપકો આપ્યો હશે. આજે સવાર જ આ દુઃખ સમાચાર જ્યારે સામે આવ્યા છે, ત્યાર થી સામાન્ય લોકો થી લઈને ભારતનાં રાષ્ટ્રપતિ સુધી લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે
.સિંધુતાઈ સપકાલનું મંગળવારે હાર્ટ એટેકના કારણે પુણેની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં નિધન થઈ ગયુ હતું. તેમના મોત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શોક વ્યક્ત કર્યો. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું, ડૉ. સિંધુતાઈ સપકાલને સમાજ માટે તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ હંમેશાં યાદ કરવામાં આવશે. તેમના પ્રયાસોના કારણે ઘણા બાળકો સારું જીવન જીવી શક્યા છે.
અનાથો ની માતા બનાવ પાછળ ખૂબ જ કરુણદાયક ઘટના છે.
સિંધુતાઈ સપકાલનો જન્મ 14 નવેમ્બર, 1948ના રોજ મહારાષ્ટ્રના વરધા જિલ્લામાં થયો હતો. નાનપણમાં તેમને લોકો ચિંદી કહીને બોલાવતા હતા. માત્ર 10 વર્ષની ઉંમરે આધેડ વયના પુરુષ સાથે તેમના લગ્ન થયા અને પતિ એવો મળ્યો કે એક અફવા પર વિશ્વાસ કરીને 9 મહિનાની ગર્ભવતી હોવા દરમિયાન પેટમાં લાત મારીને ઘરમાંથી કાઢી મુકી.
સિંધુતાઈએ ગાયોની વચ્ચે દીકરીને જન્મ આપ્યો. જાતે જ નાળ પણ કાપી. બેઘર સિંધુતાઈએ મજબૂરીમાં પોતાની દીકરીને સ્ટેશન પર છોડવી પડી. ત્યારબાદ તે ડિપ્રેશનમાં આવી ગયા. તેઓ આત્મહત્યા કરવા અંગે વિચારવા માંડ્યા. સિંધુતાઈ ક્યારેક સ્ટેશન પર ભીખ માગતી તો ક્યારેક સ્મશાન ઘાટમાં ચિતાની રોટલી ખાધી. દિવસો બદલાઈ રહ્યા હતા, પરંતુ સિંધુતાઈનું જીવન નહીં.
દરમિયાન એક દિવસ રેલવે સ્ટેશન પર સિંધુતાઈને એક અનાથ બાળક મળે છે. માના દિલમાં ફરી મમતા જાગી. ધીમે-ધીમે અનાથોના નાથ બનવાની શરૂઆત થઈ. શરૂઆતમાં તેમણે સ્ટેશન પર ભીખ માગીને નિઃસહાય બાળકોનું પેટ ભર્યું. હવે બાળકો તેમને માઈ કહીને બોલાવતા હતા. તેમણે પુણેમાં સન્મતિ બાલ નિકેતન સંસ્થા પણ શરૂ કરી. તેમણે 1500 કરતા વધુ બાળકોને સહારો આપ્યો. ભલે આજે સિંધુતાઈ નથી રહ્યા, પરંતુ મહારાષ્ટ્રમાં તેમની છ મોટી સમાજસેવી સંસ્થાઓ ચાલી રહી છે. તેમા નિઃસહાય બાળકોની સાથોસાથ વિધવા મહિલાઓને પણ આસરો મળે છે.
સિંધુતાઈના પરિવારમાં આજે 382 જમાઈ અને 49 વહુઓ છે. આ ઉપરાંત, તેમને 750 કરતા વધુ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે હંમેશાં પુરસ્કાર રાશિ અનાથાલયોમાં ખર્ચ કરી. એટલું જ નહીં, 2010માં તેમની બાયોપિક બની હતા. મરાઠીહજારો બાળકો ની પાલક માતા ગણાતા આઈ સીધુંતાઇ થયું નિધન, મોદીજી અને રાષ્ટ્રપતિએ કર્યું દુઃખ વ્યક્ત….ભાષામાં બનેલી બાયોપિકનું નામ ‘મિ સિંધુતાઈ સપકાલ’ હતું. આજે સીધુંતાઈ ભલે નથી રહ્યા પરંતુ તેમને કરેલ સેવા અવિરતપણે ચાલુ રહેશે અને બાળકો ની મા તરીકે લોકોના હૈયાનાં જીવંત રહેશે. તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે ઈશ્વર એજ પ્રાર્થના.
